Crime/ ઓસ્ટ્રેલિયામાં પત્નીની હત્યા કરી પતિ ભાગીને ભારત આવી ગયો

વિક્ટોરીયા પોલીસે પોતાની વેબસાઈટ પર 9 માર્ચના રોજ જણાવ્યું હતું કે વિનચેલ્સિયા પાસે કુંડામાં મૃતદેહની જાણ થયા બાદ હોમીસાઈડ સ્ક્વોડના જાસુસો તપાસ કરી રહ્યા છે. અધિકારીઓને બપોરે માઉન્ટ પોલક રોડ પરથી મૃતદેહ મળ્યો હતો. વેબસાઈટમાં……

Top Stories India
Beginners guide to 2024 03 11T165542.599 ઓસ્ટ્રેલિયામાં પત્નીની હત્યા કરી પતિ ભાગીને ભારત આવી ગયો

@ નિકુંજ પટેલ

New Delhi News: ઓસ્ટ્રેલિયામાં ભારતીય યુવક દ્વારા તેની પત્નીની હત્યાનો સનસનાટી ભર્યો બનાવ સામે આવ્યો છે. પત્નીની હત્યા કરીને પતિ ભાગીને હૈદરાબાદ આવી ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ પોલીસને પત્નીની લાશ કુંડામાંથી મળી આવી હતી.

એક ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ ચૈતન્ય મધાગની (36)નો મૃતદેહ શનિવારે ઓસ્ટ્રેલિયામાં સડકના કિનારે રખાયેલા એક કુંડામાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલા તેના પતિ અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. હૈદરાબાદના વિધાનસભ્ય બંડારી લક્ષ્મા રેડ્ડીના જણાવ્યા મુજબ મૃતક તેમના મત વિસ્તારની રહેવાસી હતી. આ અંગે માહિતી મળતા તેઓ મૃતક મહિલાના માતપિતાને મળ્યા હતા. તેમના પિતાના કહેવાથી તેમણે મૃતકની બોડી હૈદરાબાદ લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે આ સંબંધે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીની ઓફિસને પણ જાણ કરવામાં આવી છે.

મહિલાનો પતિ પ્લેનમાં હૈદરાબાદ ગયો હતો અને બાળકોને પોતાના સાસરીયાઓને સોંપી દીધા હતા.

વિધાનસભ્ય બંજારી લક્ષ્મા રેડ્ડીના જણાવ્યા મુજબ આરોપીએ તેની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. આ માહિતી રેડ્ડીને મૃતકના માતા પિતાએ તેમને જણાવી હતી.

વિક્ટોરીયા પોલીસે પોતાની વેબસાઈટ પર 9 માર્ચના રોજ જણાવ્યું હતું કે વિનચેલ્સિયા પાસે કુંડામાં મૃતદેહની જાણ થયા બાદ હોમીસાઈડ સ્ક્વોડના જાસુસો તપાસ કરી રહ્યા છે. અધિકારીઓને બપોરે માઉન્ટ પોલક રોડ પરથી મૃતદેહ મળ્યો હતો. વેબસાઈટમાં જણાવાયું છે કે મિર્કા વે, પોઈન્ટ કુક પર એક રહેણાંક સરનામા પર ગુનાનું સ્થળ હોવાનું જાણવા મળ્યું છે.

ઓસ્ટ્રેલિયાની પોલીસ આ કેસ હત્યાનો હોવાનું માની રહી છે. પોલીસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ હત્યામાં બન્ને એક બીજાને ઓળખતા હતા અને આરોપી વિદેશ ભાગી ગયો હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃLovers Suicide/ સુરતમાં પ્રેમી યુગલે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ

આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો

આ પણ વાંચોઃMurder Case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા