ઉજવણી/ આઝાદીનો અમૃત મહોત્સવ : ઘરે લહેરાવો તિરંગો અને ખાઓ આ ત્રિરંગી સમોસા

વિશેષ રીતે 15 ઓગષ્ટનાં દિવસે તિરંગા લાડું, તિરંગા બરફી, તિરંગા શેક અને તિરંગા કેકની વધુ માગ જોવા મળી રહી છે.

India independence day Trending
તિરંગા સમોસા

દેશભરમાં આઝાદી મહોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ઘર, દુકાન અને વાહનોમાં રાષ્ટ્રધ્વજ જોવા મળી રહ્યા છે. લોકો તેના ઘર ઉપર આજે તિરંગા ફરકાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ ઉજવણીની અવનવી રીતો પણ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય પર્વને ઉજવવા વિવિધ ટેટુ અને મીઠાઈઓ તો બનાવતા જ હતા પરંતુ તાજેતરમાં પ્રયાગરાજમાં એક વેપારીએ તેનો રાષ્ટ્રપ્રેમ દેખાડવા માટે ત્રિરંગી સમોસા જ બનાવી દીધા છે.

રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ રૂપે બનાવેલા ત્રિરંગી સમોસા લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. સૌથી આકર્ષક બાબત તો એ છે કે દેશી ઘીમાંથી બનેલા અને રૂ.25ની કિંમતના ‘તિરંગા સમોસા’ની માંગ આસમાને પહોંચી છે કારણ કે અન્ય શહેરોના લોકો પણ ઓનલાઈન ઓર્ડર બુક કરી રહ્યા છે. આ વેપારીએ સમોસા ઉપરાંત કેસરી સફેદ અને લીલા રંગનું મિશ્રણ કરીને અનેક વાનગીઓ બનાવી છે. વિશેષ રીતે 15 ઓગષ્ટનાં દિવસે તિરંગા લાડું, તિરંગા બરફી, તિરંગા શેક અને તિરંગા કેકની વધુ માગ જોવા મળી રહી છે. અગાઉથી જ અનેક બુકિંગ થઇ ગયા છે અને સૌથી વધુતિરંગા કેક તેમજ તિરંગા સમોસાની માગ વધુ છે.

આ પણ વાંચો : કાશી રાજધાની, મુસ્લિમ-ખ્રિસ્તીઓને મત આપવાનો અધિકાર નહિ | ધર્મ સંસદનું બંધારણ તૈયાર