Not Set/ IAS અધિકારી અને અભિનેતા અભિષેક સિંહે બાદશાહ સાથે મળી 2021 નું એન્થમ સોન્ગ “ સ્લો સ્લો” કર્યું લોન્ચ !

પ્રતિભાશાળી અભિનેતા અભિષેક સિંહ ફરી એકવાર સંગીત પ્રેમીઓને આકર્ષવા માટે તૈયાર છે કારણ કે તે મ્યુઝિક સેંસેશન ‘બાદશાહ’ અને સીરત કપૂર સાથે કોલોબ્રેશન કરીને વર્ષ 2021 નું એન્થમ ગીત ગણાતું એવું “સ્લો સ્લો” લોન્ચ કર્યું છે.

Entertainment
સ્લો સ્લો

પ્રતિભાશાળી અભિનેતા અભિષેક સિંહ ફરી એકવાર સંગીત પ્રેમીઓને આકર્ષવા માટે તૈયાર છે કારણ કે તે મ્યુઝિક સેંસેશન ‘બાદશાહ’ અને સીરત કપૂર સાથે કોલોબ્રેશન કરીને વર્ષ 2021 નું એન્થમ ગીત ગણાતું એવું “સ્લો સ્લો” લોન્ચ કર્યું છે. અભિષેક આ ગીતમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. અભિષેકસિંહ આ પહેલા મ્યુઝિક વિડીયોમાં પોતાની કેરિસમેટ પ્રેજન્સ આપીને ખુશ થઇ ગયા છે અને દરેક નવા ગીત સાથે ટ્રેન્ડીંગમાં રહેવાનો પ્રયત્ન કરતા હોય છે.

અભિષેકસિંહે પોતાની ક્ષમતાને વારંવાર સાબિત કરી છે અને તેમણે મ્યુઝિક વિડીયોના વ્યુઅરશીપ રેકોર્ડને તોડી નાંખવાનું કામ કર્યું છે અને આનો એક માત્ર શ્રેય જાય છે તેમની ચુંબકીય પર્સનાલીટી અને તેમની અદભુત કળાશક્તિને ! અભિષેકે આ ગીતમાં બાદશાહ સાથે કોલોબ્રેશન કર્યું છે. IAS અધિકારીને સફળતાની સીડીઓ ચઢી રહ્યા છે અને એકથી એક ચઢીયાતા ગીતો આપી રહ્યા છે. અભિષેક નિશ્ચિતપણે દેશમાં ટોપ રેટેડ મ્યુઝિક વિડીયોમાં સામેલ થઇ રહેલા લોકોના પસંદગીના સ્ટાર બની ગયા છે.

ઉત્સાહિત અભિષેકે આ અંગે પોતાની વાત જણાવતાં કહ્યું હતું કે, આ રીતે ખૂબ જ ઉર્જા સાથે અને મેલોડીયસ સોંગ “સ્લો સ્લો” બનાવવું તે અદભુત ઘટના છે. આ મારો ત્રીજો મ્યુઝિક વિડીયો છે જેના માટે મે શૂટિંગ કર્યું છે અને તેનો અનુભવ ખૂબ જ અદભુત રહ્યો છે. બાદશાહ માત્ર મિત્ર છે અને તેમની સાથે કોલોબ્રેટ કરવું એક સન્માનની ક્ષણ છે. અમને વિશ્વાસ છે કે આ ફૂટ સ્ટેપીંગ ગીત અને તેનો વિડીયો દુનિયાભરના સંગીતપ્રેમીઓને પસંદ આવશે.

આ ગીત લોન્ચ થયા બાદ ચારેયબાજુથી પ્રશંસાઓ મળી રહી છે અને લોકો ગીતને વધાવી રહ્યા છે. બાદશાહ જાદુઈ અવાજ અને અભિષેકસિંહના શાનદાર પ્રદર્શને ચાર્ટ બસ્ટર બનાવી દીધું છે.