Not Set/ ICC World Cup ENG vs PAK : પહેલી મેચમાં હાર મેળવ્યા બાદ પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે મુક્યો વિરાટ લક્ષ્ય

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપની 6 મેચ આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે નોટિંગમમાં રમાઇ રહી છે. ઈંગ્લેન્ડનાં સુકાની ઇઓન મોર્ગને ટોસ જીતતા પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને પ્રથમ મેચમાં હરાવ્યું હતુ, તો બીજી તરફ પાકિસ્તાનને વેસ્ટ ઈન્ડિઝની સામે તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચમાં, પાકિસ્તાન કોઈ પણ […]

Top Stories Sports

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપની 6 મેચ આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે નોટિંગમમાં રમાઇ રહી છે. ઈંગ્લેન્ડનાં સુકાની ઇઓન મોર્ગને ટોસ જીતતા પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને પ્રથમ મેચમાં હરાવ્યું હતુ, તો બીજી તરફ પાકિસ્તાનને વેસ્ટ ઈન્ડિઝની સામે તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચમાં, પાકિસ્તાન કોઈ પણ સ્થિતિમાં ઈંગ્લેન્ડને હરાવીને જીતનો આગાઝ કરવાનો પ્રયત્ન કરશે.

બેટ્સમેન

R B 4 6 SR
ઇમામ-ઉલ-હક

કેચ. ક્રિસ વોક્સ બોલ મોએન અલી

 

44

 

58

 

3

 

1

 

75.86

 

ફખર જમાન

સ્ટંમ્પ. જોસ બટલર બોલ મોઈન એલ

 

36 40 6 0 90.0
બાબર આઝમ

કેચ. ક્રિસ વોક્સ બોલ. મોઈન અલી

 

63 66 4 1

95.45

મોહમ્મદ હાફીઝ

કેચ. ક્રિસ વોક્સ બોલ માર્ક વુડ

84 62 8 2 135.48
સરફરાઝ અહમદ

કેચ એન્ડ બોલ. ક્રિસ વોક્સ

14 11 0 1 127.27
આસિફ અલી

કેચ. જોની બેયરસ્ટો બોલ. માર્ક વુડ

55 44 5 0 125.00
વહાબ રિયાઝ

કેચ. જો રૂટ બોલ. ક્રિસ વોક્સ

4 2 1 0 200.00
શોએબ મલિક

કેચ. ઈઓન મોર્ગન બોલ. ક્રિસ વોક્સ

8 8 0 0 100.00
હસન અલી

નોટ આઉટ

10 5 0 1 200.00
શાદાબ ખાન

નોટ આઉટ

10 4 2 0 250.00

પાકિસ્તાની ટીમ પહેલા બેટીંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટનાં નુકસાન પર 348 રન બનાવી દીધા છે. પાકિસ્તાનનાં તોફાની અને યુવા બેટ્સમેન તરીકે જાણીતા બાબર આઝમ 63 રન બનાવીને  મોઇન અલીનો શિકાર બન્યો છે. મોહમ્મદ હફીઝ 84 રન બનાવીને માર્ક વુડનો શિકાર બન્યો છે. બાબર આઝમનાં આઉટ થયા બાદ સરફરાજ અહમદ ક્રિઝ પર આવ્યો હતો. જે 55 રન બનાવી ક્રિસ વોક્સનો શિકાર બન્યો છે. બીજી તરફ આશિફ અલી 14 રન બનાવીને આઉટ થઇ ગયો છે. પાકિસ્તાન તરફથી શોએલ મલિકે 8 રન, વહાબ રિયાઝે 4 રન, હસન અલી 10 રન, શાદાબ ખાને 4 રન બનાવ્યા હતા.

https://twitter.com/ICC_Coverage/status/1135538352571199493

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટ્રેન્ટ બ્રિજમાં મેચ રમાઇ રહી છે. આ તે જ ગ્રાઉન્ડ છે જ્યાં એક-દિવસીય ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવવામાં આવ્યો હતો. 19 જુન 2018 નાં રોજ ઈંગ્લેન્ડએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 વિકેટે 481 રન નોંધાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે ઈંગ્લેન્ડ અહી બે વખત 400 થી વધુ સ્કોર બનાવી ચુક્યુ છે. ઈંગ્લેન્ડે 30 ઓગસ્ટ 2016 નાં રોજ પાકિસ્તાન સામે 444 રન બનાવ્યા હતા.

આ પહેલા, બંને ટીમોમાં આજે મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. જ્યાં ઇંગ્લેન્ડમાં લિયામ પ્લંકેટની જગ્યાએ માર્ક વુડને ટીમમાં સમાવવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. વરિષ્ઠ બેટ્સમેન શોએબ મલિક અને આસિફ અલીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઈંગ્લેન્ડ ટીમ

જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇઓન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઈન અલી, ક્રિસ વોક્સ, જોફરા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.

પાકિસ્તાન ટીમ

ફખર જામન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સરફરાઝ અહમદ(કેપ્ટન), આસિફ અલી, મોહમ્મદ હફીઝ, હસન અલી, મોહમ્મદ આમિર, શાદાબ ખાન, શોએબ મલિક અને વહાબ રિયાઝ.