Sabarkantha News : ઈડરમાં 15 લાખ રૂપિયાની લૂંટને પગલે ચકચાર મચી છે. ઈડરની સત્યમ ચોકડી પાસે લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં બાઈક પર આવેલા શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું ચે. તે સિવાય લૂંટારુ બાઈક સવારોના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
જેમાં 15 લાખ રૂપિયા રોકડા લઈને જઈ રહેલા યુવકને ભર બજારમાં આરોપીઓએ લૂંટી લીધો હતો. બાઈક પર આવેલા બે શખ્સોએ લૂંટની આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઈડર પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમરેલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, લાલબત્તી સમાન ઘટના