Not Set/ 20 મિનિટનું કહીને કરાયું 2 કલાકનું ઓપરેશન, બેદરકારીને લીધે મહિલા મોતને ભેટી

ઇડર ઇડરમાં આવેલ જ્યોતિ હોસ્પિટલની બેદરકારીને લીધે મહિલા મોતને ભેટી છે. મળતી માહિતી મુજબ લેપ્રોસ્ક્રોપીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતુ. ત્યારે મહિલાના પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આ મામલે રોષે ભરાયેલા પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે લેપ્રોસ્કોપીનો ઓપરેશનએ સામાન્ય […]

Top Stories Gujarat Trending

ઇડર

ઇડરમાં આવેલ જ્યોતિ હોસ્પિટલની બેદરકારીને લીધે મહિલા મોતને ભેટી છે. મળતી માહિતી મુજબ લેપ્રોસ્ક્રોપીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતુ. ત્યારે મહિલાના પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે.

આ મામલે રોષે ભરાયેલા પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે લેપ્રોસ્કોપીનો ઓપરેશનએ સામાન્ય હોય છે. જેમાં કલાકોમાં જ દર્દીને રજા આપી દેવામાં આવતી હોય છે. ત્યારે ક્યા કારણોસર આ મહિલાનું મોત થયુ..?

આ ઓપરેશન દરમિયાન એવુ શુ થયુ કે અચાનક મહિલાનું મોત નીપજી ગયુ? તેવા અનેક સવાલો પોલીસ અને મહિલાના પરિવાર સામે ઉભા થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિજયનગર તાલુકામાં રહેતા લલિત રાઠોડની પત્નીનું ઓપરેશન આ હોસ્પિટલમાં કરવામાં આવ્યુ હતુ. પણ ડોકટરની બેદરકારીને લીધે તેમની પત્નીનું ઓપરેશન દરમિયાન મોત નીપજ્યુ છે..ત્યારે આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.