Not Set/ ભાવનગર/ સજાતીય સંબંધોએ લીધો યુવકનો ભોગ, જાણો કેવી રીતે..?

બે દિવસ અગાઉ ભાવનગરના બાલયોગીનગરમાં એક યુવકની પંખા સાથે દોરડા વડે લટકતી હાલતમાં લાશ મળી હતી અને ઘેરમાં દાગીના સહિતનો મુદ્દામાલ ગાયબ હતો જે અંગે પરિવારજનો દ્વારા હત્યા થઇ હોવાની આશંકા જતાવી હતી. જે આધારે પોલીસે તપાસ આરંભતા ગણતરીના કલાકોમાં આ હત્યાના આરોપીઓ તેમજ દાગીના સહિતનો મુદામાલ કબજે કર્યો હતો, જો કે આ હત્યા પાછળ મૃતકના […]

Gujarat Others

બે દિવસ અગાઉ ભાવનગરના બાલયોગીનગરમાં એક યુવકની પંખા સાથે દોરડા વડે લટકતી હાલતમાં લાશ મળી હતી અને ઘેરમાં દાગીના સહિતનો મુદ્દામાલ ગાયબ હતો જે અંગે પરિવારજનો દ્વારા હત્યા થઇ હોવાની આશંકા જતાવી હતી. જે આધારે પોલીસે તપાસ આરંભતા ગણતરીના કલાકોમાં આ હત્યાના આરોપીઓ તેમજ દાગીના સહિતનો મુદામાલ કબજે કર્યો હતો, જો કે આ હત્યા પાછળ મૃતકના સજાતીય સબંધોનો શોખ કારણભૂત બન્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના બાલયોગીનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ હેમુભા ગોહિલ નામના એક યુવકની લાશ તેના જ ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી, તેમજ ઘરમાં ઘરવખરી વેરવિખેર હાલતમાં હતી.

પરિવારજનો દ્વારા ઘરમાંથી દાગીના, ટેબ્લેટ અને બાઈક સહિતનો મુદામાલ ગાયબ હોવા બાબતે મૃતકના ભાઈ દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હતી. પોલીસે સ્થળ તપાસ દરમિયાન ઘરની હાલત જોઈ અને હત્યાનો ગુનો નોંધી અને તપાસ આરંભી હતી.

જે તપાસ દરમિયાન ભાવનગર એલસીબી અને ઘોઘારોડ પોલીસે તેમાં બાતમીદારોને સક્રિય કરતા જાણવા મળેલ કે મૃતક યુવક સજાતીય સબંધો રાખવાનો શોખીન હતો અને તેને વાહીદ નામના યુવક સાથે સજાતીય સબંધો હતા. જે બાબતે પોલીસે તપાસ દરમિયાન હત્યાનો મુખ્યસુત્રધાર વાહીદ હુસેનભાઈ મોદા, સહેજાદ કુરેશી, સાહિલ કણજોરા તેમજ સરિફ ઈરફાનભાઈ સૈયદ નામના ચાર ઇસમોને ઝડપી લીધા હતા.  અને તેમની પાસેથી લૂટમાં ગયેલ તમામ મુદામાલ કબજે કર્યો હતો.

આ આરોપીની પૂછપરછ દરીયાન તેમણે  કબુલ્યું હતું કે આ હત્યાનો મુખ્ય સુત્રધાર વાહીદ પહેલેથી મૃતક સાથે સજાતીય સબંધ ધરાવતો હતો અને અને તે મૃતક પાસે સારી મિલકત હોય તેને કાવતરું ઘડી અને સજાતીય સબંધના નામે સાહિલ કણજોરા અને આરીફ સૈયદને મૃતકના ઘેર મોકલેલ અને સજાતીય સબંધ દરમિયાન હત્યા નીપજાવી અને લાશને દોરડા વડે પંખા સાથે લટકાવી દીધી હતી. જેથી પ્રથમ દ્રષ્ટીએ આત્મહત્યા લાગે તેમજ ઘરમાંથી સોના ચાંદીના લૂટી ફરાર થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.