Surat News/ કેન્દ્રીય જળશક્તિમંત્રીની સુરતમાં જાહેરાત:ત્રણ મહિનામાં MP-રાજસ્થાનની 20 નદીને જોડાશે

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 20 નદીને જોડવાનો પ્રયાસ સંપન્ન થઈ જાય એવા પ્રયાસ છે.

Top Stories Gujarat Surat

Gujarat News : કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની રેઈન હાર્વેસ્ટિંગ મુદ્દે આજે દક્ષિણ ગુજરાતના ભાજપના નેતાઓ અને સરપંચો સાથે અગત્યની મિટિંગ કરવામાં આવી હતી. અધિકારીઓ અને પોતાના નેતા, કાર્યકર્તાઓ સામે સી. આર. પાટીલે કહ્યું હતું કે મને ઘણી ફરિયાદો મળે છે કે નળથી જળ યોજના હેઠળ કેટલીક જગ્યાએ નળ લગાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાં જળ નથી, જેની પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું હતું.

બેઠકમાં પાણીની સમસ્યા દૂર અંગે ચર્ચા
કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગને લઈ મહત્ત્વની બેઠક યોજી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાજપના નેતાઓ, ધારાસભ્યો, કલેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા, સાથે દક્ષિણ ગુજરાતનાં ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા. રેઇન હાર્વેસ્ટિંગ થકી ગુજરાતમાં કઈ રીતે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે એ અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. આ ચર્ચામાં પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત જ નહીં, પરંતુ આખા ભારતમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની 20 નદીને જોડવામાં આવશે, જેથી રાજસ્થાનમાં પાણીની સમસ્યા દૂર થાય.

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે યોજના છે એમાં ઘણી જગ્યાએ નળ છે, પરંતુ જળ નથી, કારણ કે ત્યાં પ્લમ્બર નળ લગાવી દે અને પાઇપ નાખી જાય છે, પરંતુ ત્યાં બોર કરવાનો બાકી છે અથવા તો જ્યાં બોર કરાયો છે ત્યાં પાણી સુકાઈ ગયું છે.

આ સમસ્યા પણ દૂર થઈ જશે.સાથે તેમણે જણાવ્યું હતું કે ગંગા નદી પાંચ રાજ્યથી પસાર થાય છે. અમે યોજના બનાવી રહ્યા છે કે આ પાંચ રાજ્યોને પાણી કઈ રીતે મળે. મધ્યપ્રદેશમાં મોટી નદીઓ છે, જેમાં તાપી, નર્મદા સહિતની નદીઓ સામેલ છે. રાજસ્થાનમાં પાણીની સમસ્યા હોય છે. બે-ત્રણ મહિનાની અંદર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 20 નદીને જોડવાનો પ્રયાસ સંપન્ન થઈ જાય એવા પ્રયાસ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મેઘો મુશળધાર, અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદની હેલી

આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચથી વધુ વરસાદ, ઘટ પણ તેટલી જ

આ પણ વાંચો: અમદાવાદ વહેલી સવારથી વરસાદથી ભીંજાયુ, ધીમી ધારે સાર્વત્રિક વરસાદ