Ahmedabad News/ અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચથી વધુ વરસાદ, ઘટ પણ તેટલી જ

અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચ વરસાદ પડતા શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાંજ પછી રાત્રે વરસાદે વિરામ લેતા અમદાવાદમાં ભરાયેલા પાણી ઓસરવાના શરૂ થયા છે. અમદાવાદમાં સીઝનનો 35 ઇંચ વરસાદ પડે છે અને આજના વરસાદ સાથે સીઝનનો 28 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આમ હવે વરસાદની ઘટ પણ સાત ટકા જ બાકી રહી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 08 26T221107.888 અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચથી વધુ વરસાદ, ઘટ પણ તેટલી જ

Ahmedabad News:  અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચ વરસાદ પડતા શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાંજ પછી રાત્રે વરસાદે વિરામ લેતા અમદાવાદમાં ભરાયેલા પાણી ઓસરવાના શરૂ થયા છે. અમદાવાદમાં સીઝનનો 35 ઇંચ વરસાદ પડે છે અને આજના વરસાદ સાથે સીઝનનો 28 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આમ હવે વરસાદની ઘટ પણ સાત ટકા જ બાકી રહી છે.

સવારથી બપોર સુધીમાં શહેરમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા 1 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો હતો. આમ સવારથી બપોરના 3 વાગ્યા સુધીમાં 7 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં સિઝનમાં 35 ઇંચ વરસાદની જરૂર હોય છે, જેની સામે આ વર્ષે 28 ઇંચ કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે. તેમા પણ આજે સવારના વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ હવે માત્ર 7 ઇંચ વરસાદની જરૂર રહી છે.

સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મણિનગરમાં સાડા સાત ઇંચ જેટલો પડ્યો છે. નરોડા, કોતરપુર, સરદારનગર અને એરપોર્ટ વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, એસજી હાઇવે, સિંધુભવન રોડ, સાયન્સ સિટી, ગોતા, વંદે માતરમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પણ 6 ઈંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદ શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં માત્ર ત્રણ કલાકમાં અવિરત પણે પડેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ વરસાદ પૂર્વ વિસ્તારમાં મણીનગર અને નરોડામાં પાંચ ઇંચ જેટલો પડ્યો છે. સાયન્સ સીટી, ગોતા, ઉસ્માનપુરા ચાંદલોડિયા, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, એસજી હાઇવે, સિંધુભવન રોડ, પ્રહલાદનગર, આનંદનગર, રાણીપ સહિતના વિસ્તારોમાં 4થી 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

અમદાવાદનો આઇકોનિક રોડ પર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એરપોર્ટથી લઇ તેરા બ્રિજ સર્કલ સુધી બનાવવામાં આવેલા આઇકોનિક રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા. વાહન ચાલકોના વાહન પાણીમાં ફસાઈ ગયા હતા. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની બાજુથી દૂધેશ્વર સુધીના રસ્તા પર દૂર દૂર સુધી પાણી ભરાયાં છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. અનેક વાહનો બંધ થતાં ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવા પડ્યા છે સ્થાનિકો જ લોકોને રોકીને પરત વળી જવા માટે સલાહ આપી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત

આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં

આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ