પૂછા તો પશ્ન:/ નરેશ પટેલ કોના,કોના,કોના…?

ખોડલધામના નરેશ પટેલ નામની સિરીયલ છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે. કલાઇમેક્સ આવવાની શરૂઆત થાય ત્યાં નવો જ ‘ટર્નિગ પોઇન્ટ’ આવી જાય છે

Top Stories Mantavya Exclusive
WhatsApp Image 2022 04 07 at 12.19.25 PM નરેશ પટેલ કોના,કોના,કોના...?

@પ્રફુલ્લ ત્રિવેદી

નરેશભાઇ કોંગ્રેસ અને આપને ઠેંગો બતાવી ભાજપમાં જોડાઇ જશે તેવી નવી હવા હંમણા હંમણા શરૂ થઇ છે. જો કે નરેશ પટેલ મોં ના ખોલે ત્યાં સુધી સ્થિતિ જો અને તો વચ્ચે જ અટવાયેલી છે.

ખોડલધામના નરેશ પટેલ નામની સિરીયલ છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે. કલાઇમેક્સ આવવાની શરૂઆત થાય ત્યાં નવો જ ‘ટર્નિગ પોઇન્ટ’ આવી જાય છે.સૌથી પહેલાં તેમણે ‘આપ’ની કાર્યપદ્વતિના વખાણ કરતાંની સાથે જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી હવા ઉભી થઇ હતી.બાદમાં પ્રશાંત કિશોરની હાજરીમાં જયપુર ખાતે નરેશ પટેલની અશોક ગહેલોત સાથે બેઠક યોજાઇ હોવાની અને તેઓ કોંગ્રેસમાં જશે તેવું દ્રઠ ચિત્ર ઉભુ થયું હતું,કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરશે અને પાટિદાર,કોળી,ઠાકોર PKTનું સમિકરણ રચી કોંગ્રેસ સત્તાની નજીક પહોંચી જશે તેવી વાતોએ જોર પકડયું હતું.હવે છેલ્લા બે દિવસથી તેઓ ભાજપમાં જોડાવવાના છે,તે બાબત નક્કી થઇ હોવાની નવી જ બાબત સપાટી પર આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીની સંગાથે તેઓ દિલ્હી વડાપ્રધાનશ્રીને મળી આવ્યા તેવી સાવ નવી ગાથા શરૂ થઇ છે. ઉપરાંત વાતમાં રસપ્રદ વળાંક એવો આવ્યો છે કે તેમના પુત્ર શિવરાજને ભાજપ ટિકિટ આપવા ઉપરાંત મંત્રીમંડળમાં પણ સ્થાન આપશે અને નરેશભાઇને રાષ્ટ્રીય કક્ષાએ લઇ જશે. લોકો ચર્ચા કરતાં થાકતાં નથી પણ નરેશભાઇ મગનું નામ મરી પાડતા નથી,તેમના પત્તા ખોલતાં નથી.આમ થવાથી લોકોની ઉત્સુકતા વધતી જાય છે.

નરેશભાઇ રાજકારણમાં આવશે કે નહીં અને આવશે તો ક્યાં પક્ષમાં જોડાશે તે બાબતે લોકોમાં ઇંતેજારી અને ઉત્કંઠા જગાવી છે તે અદભૂત છે. કોઇ સામાજિક નેતા અગાઉ ક્યારેય આ કક્ષાની જિજ્ઞાસા લોક માનસમાં જન્માવી શક્યા નથી.

હવે જો તેઓનું ખરેખર ભાજપમાં જવાનું નક્કી થઇ ગયું હોય તો ભાજપ તરફી પાટિદારોમાં જ નહીં તમામ સમાજમાં આનંદની લાગણી ફેલાશે.પાટિદાર ભાજપમાં જાય એટલે ઘીના ઠામમાં જ ઘી ઢળી ગયા જેવો ઘાટ થાય.તેવો પહેલેથી જ ભાજપમાં જવાના હતા તેવુ કહેનાર એક વિશ્લેષકે એમ પણ કહ્યું કે તમામ બાબત સ્ક્રીપ્ટેડ છે અને આ સ્ક્રીપ્ટના લેખક એક રાષ્ટ્રીયકક્ષાના ભાજપના નેતા છે. જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નરેશભાઇના વિશ્વાસું અને શુભચિંતક છે.

જો કે હજુય સ્થિતિ જો અને તો વચ્ચે અટવાયેલી છે,જ્યાં સુધી નરેશભાઇ પોતે મોં ના ખોલે,ત્યાં સુધી.