Election/ ભાજપ સત્તાધીશ થશે તો કોણ બનશે મેયર?

ગુજરાતમાં અમદાવાદ સહિત 6 કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. દરમિયાન કોર્પોરેશન ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ભાજપે સંપન્ન કર્યા બાદ જો ભાજપ સત્તાધીશ થાય તો મેયર તરીકે બિજલ પટેલના અનુગામી કોણ બની શકે ?

Trending

ગુજરાતમાં અમદાવાદ સહિત 6 કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. દરમિયાન કોર્પોરેશન ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ભાજપે સંપન્ન કર્યા બાદ જો ભાજપ સત્તાધીશ થાય તો મેયર તરીકે બિજલ પટેલના અનુગામી કોણ બની શકે ? એ પ્રશ્ન ભાજપના રાજકારણમાં ચર્ચાઇ રહ્યો છે. જો કે સરકારે બહાર પાડેલાં અનામત અંગેના રોસ્ટર જાહેરનામાના પગલે 2021ની પ્રથમ ટર્મ માટે અનુ.જાતિના મેયર પુરુષ હોવાની ચર્ચા ભાજપ વર્તુળમાં થઇ રહી છે.

રાજ્યમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીના ઢોલ ઢબૂકવા શરૂ થઇ ગયા છે. સરકારે જાહેર કરેલાં જાહેરનામા મુજબ વર્ષ-2021ના પ્રારંભે કોર્પો.માં ભાજપ સત્તાધીશ થશે તો પ્રથમ ટર્મ માટે અનુસૂચિત જાતિના મેયર બનશે. ભાજપના વર્તુળમાં થતી ચર્ચા મુજબ વર્ષ-2021ની બીજી ટર્મમાં મહિલા અનામત અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.પરિણામે પ્રારંભે અનુસૂચોતજાતિ મેટર તરીકે પુરૂષ વિજેતા ઉમેદવારને જ મેયર બનવાના સંજોગો ઉજળા બની શકે છે. અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લે વર્ષ-1995માં અનુસૂચિતના મેયર તરીકે લાલજી પરમાર સત્તાધીશ થયા હતા. ત્યારબાદ હવે જો ભાજપ શાસન પર આવશે તો 25 વર્ષ બાદ અનુસૂચિત જાતિના મેયર અમદાવાદને મળશે. કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકોમાંથી 21 બેઠકો એસસી અનામત છે. ત્યારે 21 ઉમેદવાર વચ્ચે મેયરપદની સ્પર્ધા રહેશે. જે બેઠકો એસસી.અનામત છે તે આ પ્રમાણે છે.

 આ બેઠકો અનુસૂચિત જાતિની અનામત છે. ત્યારે આ પૈકી કયા વિજેતા ઉમેદવારના શિરે મેયરનો તાજ આવશે એ પ્રશ્ન ભાજપમાં ચર્ચાઇ રહ્યો છે. જો કે સૂત્રોમાં વહેતી થયેલી માહિતી મુજબ વાસણા અને ખોખરા વોર્ડના ઉમેદવાર વિજેતા થશે તો તેઓના નામ મેયરપદની હોડમાં અગ્રેસર હોવાની ચર્ચા છે. જે મુજબ વાસણા વોર્ડમાં હિમાંશુ વાળા તો ખોખરા વોર્ડમાં ચેતન પરમાર જીતશે તો આ બેમાંથી કોઇ મેયર બનવાની સંભાવના નકારી શકાય એમ નથી. જો કે વર્ષ-2021 પ્રથમ ટર્માના પ્રારંભે અનુ.જાતિ પુરૂષ ઉમેદવારની શક્યતા પ્રબળ છે. તેના કારણમાં ચર્ચાતી વિગત મુજબ બીજા અઢી વર્ષની મુદત માટે મહિલા અનામતને મેયર પદ સોંપવાનું જાહેરનામામાં નિર્ધારિત કરવામાં આવ્યું છે.પરિણામે પ્રથમ ટર્મમાં એસસી પુરુષ ઉમેદવારને જ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની શાસનધૂરા સોપાય એવી ચર્ચા ચાલી છે. હાલ તો આ સમીકરણ જો..અને તો..ના છે કારણ હાલ તો ચૂંટણી વાતાવરણ જામતું જાય છે. મેયરપદની પસંદગી ચૂંટણીપરિણામ પછી જ થઇ શકશે.

ફી નિયમન: શાળા સંચાલકો પર સકંજો : વધુ ફી વસૂલી – શિક્ષણાધિકારીની લાલ આંખ

Election: સુરત ભાજપના 9 વોર્ડના ઉમેદવારો પર લાગી આખરી મહોર, યાદી જાહેર

Election: સ્થા.સ્વ.ની ચૂંટણીમાં સિનિયર સાથે ક્યાંક પક્ષ દ્વારા, તો કયાંક કાયદા દ્વારા પણ અન્યાય ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ