Not Set/ ભારતના આ મહારાજનો અહમ ઘવાયો, એ પછી રોલ્સ રોયસ કંપનીની શું હાલત કરી? તે જાણશો તો ચોંકી જવાશે.

વાત 1920ના દાયકાની છે. રાજસ્થાનના અલવરના મહારાજા જયસિંહ પોતાના લંડન પ્રવાસ દરમિયાન રોલ્સ રૉયસના શૉ રૂમમાં ગયા અને દુનિયાની સૌથી મોંઘી ગાડીની ટેસ્ટ ડ્રાઇવ કરવાની ઇચ્છા વ્યકત કરી. જો કે ત્યાં હાજર રહેલા સેલ્સમેને તમને ત્યાંથી જતા રહેવાનું કહ્યુ કેમકે જ્યારે, જયસિંહ શૉરૂમમાં પહોંચ્યા, ત્યારે તેમનો એસ્કૉર્ટ તેમની સાથે ન હતો. તેમણે કપડાં પણ કેઝ્યુઅલ પહેર્યા હતા, તેથી […]

India
Maharaja jay singh ભારતના આ મહારાજનો અહમ ઘવાયો, એ પછી રોલ્સ રોયસ કંપનીની શું હાલત કરી? તે જાણશો તો ચોંકી જવાશે.

વાત 1920ના દાયકાની છે. રાજસ્થાનના અલવરના મહારાજા જયસિંહ પોતાના લંડન પ્રવાસ દરમિયાન રોલ્સ રૉયસના શૉ રૂમમાં ગયા અને દુનિયાની સૌથી મોંઘી ગાડીની ટેસ્ટ ડ્રાઇવ કરવાની ઇચ્છા વ્યકત કરી. જો કે ત્યાં હાજર રહેલા સેલ્સમેને તમને ત્યાંથી જતા રહેવાનું કહ્યુ કેમકે જ્યારે, જયસિંહ શૉરૂમમાં પહોંચ્યા, ત્યારે તેમનો એસ્કૉર્ટ તેમની સાથે ન હતો. તેમણે કપડાં પણ કેઝ્યુઅલ પહેર્યા હતા, તેથી સેલ્સમેન તેમને નૉર્મલ ભારતીય સમજવાની ભૂલ કરી બેઠો તેમના પર ધ્યાન ન આપ્યુ.

પોતાની સાથે થયેલા આ ગેરવર્તન બાદ જયસિંહ એટલા ગુસ્સે થયા કે તેમણે રોલ્સ રોયસ કંપનીને પાઠ ભણવવાનું નક્કી કરી દીધું અને તે ફરી એકદમ શાનથી તે જ શૉરૂમમાં ગયા અને 7 રોલ્સ રૉયસ કાર ખરીદી હતી. સાથે જ શરત મૂકી કે ગાડીની સાથે સાથે તે સેલ્સમેનને પણ ભારતમાં તેમના મહેલ સુધી પહોંચાડવામાં આવે.

મહેલ પહોંચતાની સાથે જ મહારાજાએ તે સેલ્મસેનની સામે પોતાના સેવકોને આદેશ આપ્યો કે, આ 7 ગાડીથી એક મહિના સુધી કચરો ઉઠાવવામાં કરવામાં આવે. આ સમાચાર પ્રસરી ગયા અને કંપનીની એટલી ટીકા કરવામાં આવી કે કર્મચારીઓએ મહારાજાને લેખિત પત્ર લખીને માફી માંગવી પડી હતી.