Not Set/ હાથીને કરશો હેરાન તો વળતા પ્રહાર માટે પણ રહો તૈયાર

સોશિયલ મીડિયા પર હાથીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથીનો ગુસ્સો અને પછી શાંત રહેવાની રીત જોઇ શકાય છે.

Videos
db 34 હાથીને કરશો હેરાન તો વળતા પ્રહાર માટે પણ રહો તૈયાર

સોશિયલ મીડિયા પર હાથીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથીનો ગુસ્સો અને પછી શાંત રહેવાની રીત જોઇ શકાય છે. ચાહકોની સાથે બોલિવૂડનાં સેલેબ્સ પણ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. બોલિવૂડ એક્ટર રણદીપ હૂડાએ પણ આ વીડિયોને રીટ્વીટ કર્યો છે. ભારતીય વન અધિકારી પ્રવીણ કાસવાને આ એલિફન્ટ વીડિયોને તેના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે.

ભારતીય વન અધિકારી પ્રવીણ કાસવાને વીડિયો શેર કર્યો અને લખ્યું: “તમામ શ્રેય હાથીને જાય છે. આ શક્તિની કલ્પના કરો, તે ખૂબ શાંત છે. પહેલા તમે તેને હેરાન કરો છો અને જો તે હુમલો કરે છે તો તેને દોષ આપો છો. તમારા દ્વારા કરવામાં આવેલ  આ રોમાંચ થોડી જ સેકન્ડમાં જીવ પણ લઇ શકે છે. વન્યપ્રાણી સાથે આવું ક્યારેય ન કરો. મારી પાસે આ વિડિયો છે, જે મેં શેર કર્યો છે.” પ્રવીણ કાસવાને વીડિયો શેર કર્યો છે કે તેણે કોઈ કારણ વિના વન્યજીવોને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જો કોઈ વ્યક્તિ હાથીને હેરાન કરે છે, તો બદલામાં હાથી પણ તેના પર હુમલો કરવાની કોશિશ કરે છે. પરંતુ બીજી જ ક્ષણે બીજો વ્યક્તિ આવે અને પછી હાથીને શાંત કરે છે અને જંગલમાં મોકલી દે છે. બોલિવૂડ અભિનેતા રણદીપ હૂડાને પણ વીડિયો ગમ્યો અને તેને રીટ્વીટ કરાયો. હવે વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.