Not Set/ ઘરેથી કામ કરીને કંટાળી ગયા છો તો અહીંયા જઇને મનાવી શકો છો રજાઓ

ઘરેથી કામ કરતા લોકો માટે આ મહત્વપૂર્ણ આઇડિયા છે, વર્ષ 2020ની શરૂઆતથી ઘરેથી કામ કરવાનું પણ સાકાર થયું. જો કે, હવે જે લોકો ઘરે કામ કરે છે, તેઓ બહાર નીકળવા માંગે છે અને રજાઓનો સમય એવા સ્થળે જઈને પસાર કરી શકે છે જ્યાં તેઓ દરેક વસ્તુનો આનંદ માણી શકે. આવી સ્થિતિમાં જો તમે પણ વર્ક […]

Lifestyle
travel ઘરેથી કામ કરીને કંટાળી ગયા છો તો અહીંયા જઇને મનાવી શકો છો રજાઓ

ઘરેથી કામ કરતા લોકો માટે આ મહત્વપૂર્ણ આઇડિયા છે, વર્ષ 2020ની શરૂઆતથી ઘરેથી કામ કરવાનું પણ સાકાર થયું. જો કે, હવે જે લોકો ઘરે કામ કરે છે, તેઓ બહાર નીકળવા માંગે છે અને રજાઓનો સમય એવા સ્થળે જઈને પસાર કરી શકે છે જ્યાં તેઓ દરેક વસ્તુનો આનંદ માણી શકે. આવી સ્થિતિમાં જો તમે પણ વર્ક ફ્રોમ હોમ સાથે રજાઓ મનાવવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને આવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું. જ્યાંથી તમે તમારા કામની સાથે પ્રકૃતિના સુંદર દૃશ્યોનો આનંદ લઈ શકો છો. તો ચાલો જાણીએ.

Image result for goa

ગોવા
ગોવામાં જવું કોને ન ગમે? દેશના ખૂણે ખૂણામાંથી ગોવામાં પણ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીં, તમે બીચ પર બેસીને પાર્ટી, મસ્તીની મજા લઇ શકો છો. ઘરેથી કામ સાથે તમે આ જગ્યા પર રજા માણી શકો છો અને તમારું મન પણ હળવું કરી શકો છો.

Image result for manali

મનાલી
જો તમે ઘરેથી કામ કરી રહ્યા છો, તો તમારી પાસે એક સારી તક છે કે તમે મનાલી ફરવા જઇ શકો છો. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં પહોંચે છે અને ભારે બરફવર્ષાથી હવામાનનો આનંદ માણે છે. તે પર્યટકોનું સૌથી પ્રિય સ્થળ છે.

3 દિવસમાં પૂર્ણ કરો તમામ કામ, આવતા અઠવાડિયામાં 2 દિવસ બેંક રહેશે બંધ

Image result for maunt aabu

માઉન્ટ આબુ
માઉન્ટ આબુ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલું એક સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તે તેની સુંદરતા, ટેકરીઓ, શાંત તળાવો, મંદિરો વગેરે માટે જાણીતું છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રકૃતિનો નજારો અહીં સ્પષ્ટ રીતે જોવા મળે છે. સૂર્યાસ્તનો નજારો પણ અહીં જોવા મળે છે.

Image result for rishikase

ઋષિકેશ
જો તમે ઘરેથી કામ કરી રહ્યા છો, અને હવે ક્યાંક ફરવાનું વિચારતા હોય તો તમારો બધો થાક દૂર થઈ શકે, ઋષિકેશમાં રાફ્ટિંગ કરી શકો છો. નદીનો આનંદ માણી શકો છો અને પ્રકૃતિના આકર્ષક દૃશ્યો પણ જોઈ શકો છો. એટલું જ નહીં, તમે અહીં હિમાલયની સુંદરતા પણ જોઈ શકો છો. સાથે તમે બંજી જમ્પિંગની પણ મજા લઇ શકો છો.