Important !/ આ બેંકમાં ખાતું છે તો હોળી પહેલા પૂર્ણ કરો જરુરી આ કામ, નહીંતર પૈસા નહીં ઉપાડી શકો…

બેંક ગ્રાહકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. 1 એપ્રિલ, 2021થી આઠ બેંકના ગ્રાહકોને જૂની ચેક બૂક, પાસબુક અને ભારતીય નાણાકીય સેવા કોડ (IFSC) અમાન્ય મળશે, એટલે કે 1 એપ્રિલથી તમારી જૂની ચેકબૂકનો કોઈ ઉપયોગ થશે નહીં. બેંકોના ચેકથી ચુકવણી બંધ થઈ જશે. આવી સ્થિતિમાં, જો તમારું બેંક ખાતું પણ આ સાર્વજનિક બેંકોમાં છે, […]

Business
bank 1 આ બેંકમાં ખાતું છે તો હોળી પહેલા પૂર્ણ કરો જરુરી આ કામ, નહીંતર પૈસા નહીં ઉપાડી શકો...

બેંક ગ્રાહકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. 1 એપ્રિલ, 2021થી આઠ બેંકના ગ્રાહકોને જૂની ચેક બૂક, પાસબુક અને ભારતીય નાણાકીય સેવા કોડ (IFSC) અમાન્ય મળશે, એટલે કે 1 એપ્રિલથી તમારી જૂની ચેકબૂકનો કોઈ ઉપયોગ થશે નહીં. બેંકોના ચેકથી ચુકવણી બંધ થઈ જશે. આવી સ્થિતિમાં, જો તમારું બેંક ખાતું પણ આ સાર્વજનિક બેંકોમાં છે, તો સમયસર ચેક બૂક બદલો. તમારી પાસે ફક્ત 5 દિવસ બાકી છે. આમાં, બેંક કામ શુક્રવાર અને સોમવારે જ કરવામાં આવશે. ત્યારબગા હોળીની રજાઓને કારણે બેંકો બંધ રહેશે.

તરત જ બેંકનો સંપર્ક કરો
આઠ બેંક એવી છે કે જેઓને તાજેતરમાં અન્ય બેંકોમાં મર્જ કરવામાં આવી છે. બેંકના મર્જરને કારણે એકાઉન્ટ ધારકોના એકાઉન્ટ નંબર, આઈએફએસસી અને એમઆઈસીઆર કોડમાં ફેરફારને કારણે બેંકિંગ સિસ્ટમ 1 લી એપ્રિલ 2021થી જુના ચેકને કેન્સલ કરશે. આ બેંકની તમામ ચેકબૂક અમાન્ય થઈ જશે. તેથી, આ તમામ બેંકોના ગ્રાહકોને તાત્કાલિક તેમની શાખાની મુલાકાત લેવી અને નવી ચેક બૂક માટે અરજી કરવાની સૂચના આપવામાં આવી છે.

People line-up outside ATMs in Bengal after money is transfered in their accounts from 'mystery' source | India News – India TV

કેન્દ્ર સરકારે અનેક બેંકોનું વિલીનીકરણ કર્યું છે. બેંકોના વધતા એનપીએ બોજના કારણે કેન્દ્ર સરકારે બેંકને મર્જ કરવાનો નિર્ણય કર્યો. હવે મર્જર થયા બાદ આ બેંકની ચેકબુક, પાસબુક, આઈએફએસસી કોડ વગેરે બદલાવાના છે. હવે આ બેંકોના ગ્રાહકોએ કોઈ પણ સંજોગોમાં 1 એપ્રિલ 2021થી નવી ચેક બૂક લેવી પડશે.

Bank holidays: Only 2 working days between 27 March and 4 April. Full list here

જોકે, સિન્ડિકેટ અને કેનેરા બેંકના ગ્રાહકોને આ મામલે થોડી રાહત મળી છે. સિન્ડિકેટ બેંકની હાલની ચેક બુક 30 જૂન 2021 સુધી માન્ય રહેશે. દેના બેંક, વિજયા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક અને અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે. આ બેંકોના મર્જર પછી, તેમની જૂની ચેકબૂક હવે 31 માર્ચ પછી ચાલશે નહીં.

બેંકમાં સેવિંગ એકાઉન્ટ અથવા ચાલુ ખાતું ખોલતા સમયે, બેંક ગ્રાહકોને ચેક બૂક આપે છે. આ ચેકબૂકની મદદથી ગ્રાહકો પૈસાની લેવડદેવડ કરી શકે છે. ચેક બૂક પેઇઝ પર ઘણી માહિતી છે. આઈએફએસસી કોડ, મેગ્નેટિક ઇંક કરેક્ટર રિકોગ્નિશન (એમઆઇસીઆર) કોડ છે. આજે મોટાભાગનાં કામ આ કોડની મદદથી કરવામાં આવે છે. હવે ચેક બૂક માટે અરજી કરો છો, તો તમને 10 દિવસ પછી નવી ચેક બૂક મળશે.