બિઝનેસ/ HDFC બેંકે આપી હોળીની ભેટ, આ ગ્રાહકોને મળશે 0.75% વધારે વ્યાજ

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસીએ તેના ગ્રાહકોને હોળની ભેટ આપી છે. બેંકે ગ્રાહકોને વિશેષ યોજનાની અંતિમ મુદત પણ આગળ વધારી દીધી છે. હવે વરિષ્ઠ નાગરિકો આ તકનો લાભ લઇને 30 જુન 2021 સુધી એચડીએફસી બેંકમાં એફડી પર 0.75% જેટલું વધારાનું વ્યાજ મેળવી શકો છો. વિશેષ એફડી યોજના હેઠળ બેંકે તેની તારીખ ફરીથી લંબાવી છે. […]

Business
hdfc HDFC બેંકે આપી હોળીની ભેટ, આ ગ્રાહકોને મળશે 0.75% વધારે વ્યાજ

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસીએ તેના ગ્રાહકોને હોળની ભેટ આપી છે. બેંકે ગ્રાહકોને વિશેષ યોજનાની અંતિમ મુદત પણ આગળ વધારી દીધી છે. હવે વરિષ્ઠ નાગરિકો આ તકનો લાભ લઇને 30 જુન 2021 સુધી એચડીએફસી બેંકમાં એફડી પર 0.75% જેટલું વધારાનું વ્યાજ મેળવી શકો છો. વિશેષ એફડી યોજના હેઠળ બેંકે તેની તારીખ ફરીથી લંબાવી છે.

એચડીએફસીએ તેની બેંકની વિશેષ યોજનાની સમયમર્યાદા વધારી દીધી છે. આ ફિક્સ ડિપોઝિટ સ્કીમની મદદથી વરિષ્ઠ નાગરિકોને ઉંચા વ્યાજ દર પર સેવિંગ યોજનાનો લાભ મળે છે. બેંક આ ખાસ એફડી સ્કીમ દ્વારા સામાન્યથી 75 ટકા પોઇન્ટ વધારે વ્યાજ મેળવે છે. આ સ્કીમની ડેડલાઇન હવે વધારીને 30 જુન 2021 સુધી કરી દીધી છે. એટલે કે આ સ્કીમની મદદથી એચડીએફસી બેંકમાં સિનિયિર સિટીઝન એફડી પર 0.75 ટકા સુધીનું વ્યાજ મેળવી શકે છે.

HDFC FD Interest Rate Hike: HDFC Bank Increase Interest Rate On Fixed  Deposit For Senior Citizen - एचडीएफसी बैंक ने सीनियर सिटिजंस को दिया तोहफा,  फिक्स्ड डिपॉजिट (एफडी) पर ब्याज दर ...

એચડીએફસી આ ખાસ યોજનાની મદદથી સિનિયર સિટિઝન્સને સામાન્ય વ્યાજ કરતાં વધુ આપે છે. આ યોજનાની મદદથી જો કોઈ વરિષ્ઠ નાગરિક એચડીએફસી બેંકની સિનિયર સિટીઝન કેર એફડીમાં પૈસા જમા કરે છે, તો તેઓને 6.25% ના દરે વ્યાજ મળશે. એચડીએફસીની આ વિશેષ યોજના 18 મે 2020માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને 30 જૂન સુધી વિશેષ ડિપોઝિટ ઓફરનો લાભ મળશે.

Personal Loan From HDFC Bank In Just 10 Seconds - एचडीएफसी बैंक से अब मात्र  10 सेकेंड में मिलेगा लोन | Patrika News

તમને જણાવી દઈએ કે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સિવાય, બેંક ઓફ બરોડા, સિનિયર સિટિઝન્સ માટે વિશેષ યોજના હેઠળ એફડી પર વધુ વ્યાજ પણ આપી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક સિનિયર સિટિઝન્સને એફડી પર 0.80 ટકા વધુ વ્યાજ આપી રહી છે, જ્યારે બેંક ઓફ બરોડા તેમને 1 ટકા વધુ વ્યાજ આપે છે.