Not Set/ “ફોર્ચ્યુન ૫૦૦” : ભારતની આ સાત કંપનીઓને મળ્યું સ્થાન, વોલમાર્ટે હાંસલ કર્યો પ્રથમ ક્રમાંક

નવી દિલ્હી, દુનિયાના સૌથી પ્રખ્યાત મેગેઝીનમાંના એક ફોર્ચ્યુન દ્વારા બુધવારે દુનિયાની ટોચની 500 કંપનીઓની યાદી જાહેર કરી છે. ફોર્ચ્યુનની ૫૦૦ કંપનીઓની યાદીમાં ભારતની ૭ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કંપનીઓમાં સૌથી મોટી છલાંગ મુકેશ અંબાણીના આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે લગાવી છે. RILએ આ લિસ્ટમાં ૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮મુ સ્થાન હાંસલ કર્યું છે. […]

Trending Business
walmart sign "ફોર્ચ્યુન ૫૦૦" : ભારતની આ સાત કંપનીઓને મળ્યું સ્થાન, વોલમાર્ટે હાંસલ કર્યો પ્રથમ ક્રમાંક

નવી દિલ્હી,

દુનિયાના સૌથી પ્રખ્યાત મેગેઝીનમાંના એક ફોર્ચ્યુન દ્વારા બુધવારે દુનિયાની ટોચની 500 કંપનીઓની યાદી જાહેર કરી છે. ફોર્ચ્યુનની ૫૦૦ કંપનીઓની યાદીમાં ભારતની ૭ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કંપનીઓમાં સૌથી મોટી છલાંગ મુકેશ અંબાણીના આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે લગાવી છે. RILએ આ લિસ્ટમાં ૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮મુ સ્થાન હાંસલ કર્યું છે.

આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL), ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI), ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), તાતા મોટર્સ, ભારત પેટ્રોલિયમ, રાજેશ એક્સ્પોટર્સનો સમાવેશ થાય છે.

2017 7image 11 54 437347240500 ll "ફોર્ચ્યુન ૫૦૦" : ભારતની આ સાત કંપનીઓને મળ્યું સ્થાન, વોલમાર્ટે હાંસલ કર્યો પ્રથમ ક્રમાંક

ફોર્ચ્યુનની યાદીમાં ભારતની ૭ કંપનીઓમાં IOCL (ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ) સૌથી આગળ નીકળી છે અને ૧૩૭મું સ્થાન હાંસલ કર્યું છે. ત્યારબાદ ૧૪૮માં ક્રમાંકે રિલાયન્સે પોતાનો ક્રમ મેળવ્યો છે. આ પહેલા RIL ૨૦૩માં સ્થાને હતી.

ત્યારબાદ ૧૯૭માં ક્રમાંકે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ૨૧૬માં સ્થાને ભારતીય સ્ટેટ બેંક, ૨૩૨માં સ્થાને તાતા મોટર્સે પોતાનું સ્થાન મેળવ્યું છે. જયારે ભારત પેટ્રોલિયમ અને રાજેશ એક્સ્પોટર્સને અનુક્રમે ૩૧૪મું અને ૪૦૫મુ સ્થાન મેળવ્યું છે.

ફોર્ચ્યુન દ્વારા જણાવવામાં આવ્યું કે, ગત નાણાકીય વર્ષ દરમિયાન RILની નફો ૨૫.૫ ટકા વધ્યું છે. જયારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રિલાયન્સની કુલ કમાણી ૬૨.૩ અબજ ડોલર રહી હતી.

ફોર્ચ્યુનની ટોચની ૫૦૦ કંપનીઓમાં રિટેલર કંપની વોલમાર્ટે બાજી મારતા ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ત્યારબાદ ચીની કંપની સ્ટેટ ગ્રિડ બીજા, સાઈનોપેક ગ્રુપ ત્રીજા અને ચીની કંપની નેશનલ પેટ્રોલિયમે ચોથું સ્થાન આપવામાં આવ્યું છે. જયારે પાંચમા ક્રમાંકે ડચ કંપની રોયલ ડચ શેલ શામેલ છે.