Not Set/ અહીં આજે પણ સંસ્કૃત ભાષામાં મંત્રોચ્ચાર સાથે પ્રગટાવવામાં આવે છે હોળી

ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં અનોખો હોલીકાઉત્સવ ઉજવવામાં આવે છે. હોલીકાના પ્રાગટય સમયે મોટા અવાજે બોલાવામાં અપશબ્દો આવે છે.

Gujarat Others Trending
flage 4 અહીં આજે પણ સંસ્કૃત ભાષામાં મંત્રોચ્ચાર સાથે પ્રગટાવવામાં આવે છે હોળી

ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં અનોખો હોલીકાઉત્સવ ઉજવવામાં આવે છે. હોલીકાના પ્રાગટય સમયે મોટા અવાજે બોલાવામાં અપશબ્દો આવે છે. પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહી પરંતુ સંસ્કૃત ભાષાના ઉચ્ચારણો છે.  જેના દ્વારા ભગવાન ભેરવનાથને આવનારો સમય સારો રહે તેની પ્રાર્થના કરવામાં આવે છે. રામરાખ ચોક મિત્રમંડળ દ્વારા સાત દિવસ પહેલા ખેતરાવ માટીને પલાડવામા આવે છે.  જેને હોળીના પહેલા દિવસે માટીથી કાલભૈરવની મૂર્તિ  બનાવવામાં આવે છે.

  • ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં અનોખો હોલીકાઉત્સવ, બોલવામાં આવે છે સંસ્કૃત મંત્રો
  • ભેરવનાથને આવનારો સમય સારો રહે તે માટે કરાઇ પ્રાર્થના
  • માટીમાંથી કાલભૈરવની બનાવવામાં આવે છે મુર્તિ

ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી ઉપલબ્ધી તેના તહેવારો છે. વિશ્વના બધા જ દેશ કરતાં સૌથી વધુ વિવિધતાસભર તહેવાર ભારતમાં ઊજવાય છે. એટલું જ નહીં વિવિધતાની ચરમસીમા એ છે કે જેટલા પ્રાંત છે તેટલી જુદી જુદી રીતે તેની ઉજવણી થાય છે. દરેક તહેવારની પાછળ એક હેતુ છુપાયેલો હોય છે.

અને આવો જ કાંઇક અનોખો હોલીકાઉત્સવ ગીર સોમનાથ ના પ્રભાસપાટણ માં ઉજવાઇ છે આપને જાણી ને નવાઇ લાગશે અહીંન હોલીકા દહન ના પ્રારંભે મોટા અવાજે અપશબ્દો ના ઉચ્ચારણ કરવા માં આવે છે પરંતુ વાસ્તવ માં આ અપશબ્દ નહી પરંતુ આને ફાગ કહેવામાં આવે છે જે સંસ્કૃત ભાષાનો એક પ્રકાર ના ઉચ્ચરણ છે અને આ ફાગ ના ઉચ્ચાર સાથે સારા દિવસો ની ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે.

પ્રભાસ તીર્થ ના રામરાખ ચોખ માં આદિ અનાદિ કાળ થી સમસ્ત હિંદુ સમાજ ભેગો થઇ ઉજવે છે. મિત્રમંડળ દવારા સાત દિવસ પહેલા ખેતરાવ માટી લઇ ને પલાડવામા આવે છે જેને હોળી ના આગલા દિવસે આ માટી થી કાલભૈરવ ની મૂર્તિ બનાવવામા આવે છે. ઉજવાતા આ અનોખા હોલિકા ઉત્સવ માં ગત વર્ષે હોલિકા ઉત્સવ માં પુલવામાં શહીદ થયેલ જવાનો ના પરિવાર માટે ભંડોળ એકઠું કરી આધ્યાત્મિકતા ની સાથે દેશભક્તિ નું પણ ઉમદા ઉદાહરણ પુરુ પાડેલ અને આ વર્ષે કોરોના વાઇરસ સામે કેમ રક્ષણ મેળવવુ તેવા પતાકડા દરેક મીત્રમંડળ ના સભયોએ લગાડી લોકો ને સજાગ કરવામાં આવેલ હતા.

ભારત અને ગુજરાત ભરમાં હોલી નો ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવવા માં આવે છે જેમાં ગીર સોમનાથ ના પ્રભાસપાટણ ખાતે હજારો અનાદીકાળ થી ઉજવાતો અનોખાપ્રકારનો હોલીકા ઉત્સવ ભારતભર માં કદાચ કાયાંય ઉજવાતો નહી હોય અને આ ઉત્સવ માં પ્રભાસપાટણ ના સર્વે નગરજનો ઉલ્લાસભેર જોડાય છે તેમજ પ્રભાસપાટણ ની અન્ય જુદ જુદા વિસ્તારો માં થતાં હોલીકા ઉત્સવ ની જયોત પણ રામરાખ ના હોલીકાઉત્સવ માંથી લઇ ને જ હોલીકાપ્રજવલીત કરવામાં આવે છે.