મહત્વના ન્યુઝ/ જો તમારી પાસે ફાટેલી નોટો હોય તો હવેથી આસાનીથી બદલાવી શકશો..

આરબીઆઈએ લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સમસ્યાનું સમાધાન કરવાનો એક રસ્તો શોધી કાઢયો છે.

Business
Untitled 27 જો તમારી પાસે ફાટેલી નોટો હોય તો હવેથી આસાનીથી બદલાવી શકશો..

જો તમારી પાસે ફાટેલી નોટો પણ છે, તો તમે જરા પણ ચિંતા કરશો નહીં. તમે સરળતાથી હવે આ નોટો બદલાવી શકો છો. અહીંયા જાણો કે રસ્તો શું છે?ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે એટીએમમાંથી પૈસા ઉપાડીએ છીએ, ત્યારે ફાટેલી નોટો આપણા હાથમાં આવે છે. અને ફાટેલી નોટો સ્વીકાર્ય નથી.

બજારમાં આ નોટ ચલાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો કે, હવે જો તમને આવી ફાટેલી નોટો આવે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, હવે આરબીઆઈએ લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સમસ્યાનું સમાધાન કરવાનો એક રસ્તો શોધી કાઢયો છે.

હવે જો એટીએમમાંથી ફાટેલી નોટ બહાર આવે છે, તો તમે બેંકનો સંપર્ક કરી શકો છો. તે નોટ બેંકમાં બદલી કરવા માટે, એક ફોર્મ ભરીને સબમિટ કરવું પડશે. આમાં સમય, તારીખ અને કયા એટીએમમાંથી તમે પૈસા ઉપડ્યા  છે તેની વિગતો આપવાની રહેશે. આ સાથે, તમારે ઉપાડની કાપલી પણ સબમિટ કરવાની રહેશે. જો એટીએમમાંથી કાપલી બહાર આવી નથી, તો તમારે તમારા મોબાઇલનો મેસેજ જોડવાનો રહેશે.

આરબીઆઈના નિયમો અનુસાર તમે એટીએમમાંથી ફાટેલી નોટ સીધી બેંકમાં આપી શકો છો અને બેંક કર્મચારીને કહી શકો કે આ નોટ તમારા એટીએમમાંથી બહાર આવી છે; અને તમે તેને બદલાવી શકો છો. જો આ અંગે તમારી બેંક તમારી નોંધ લેતી નથી, તો પછી તમે અન્ય પદ્ધતિઓ પણઆરબીઆઈની અપનાવી શકો છો. રિઝર્વ બેંકના એક્સચેંજ કરન્સી રૂલ્સ 2017 મુજબ, જો તમને એટીએમમાંથી ફાટેલી નોટ મળી છે, તો તે નોટને બીજી નોટ સાથે બદલવાની જવાબદારી બેંકની રહેશે. તેમાં વધારે સમય લાગવો ના જોઈએ.