Not Set/ મોબાઇલ વિનાનું આ ગામ જોઇ તમે પણ કહેશો, OLD is GOLD

આજે દુનિયાનાં મોટાભાગનાં લોકો ટેકનોલોજીથી સજ્જ છે. ટેકનોલોજીનાં કારણે દુનિયા જાણે તમારી મુઠ્ઠીમાં આવી ગઇ છે. એક મોબાઇલ ફોનથી તમે દુનિયાનાં કોઇપણ ખૂણામાં બેસેલા વ્યક્તિ સાથે વાતચીત કરી શકે છે. આજે દુનિયાનાં મોટાભાગનાં લોકો પાસે મોબાઈલ ફોન છે. ઘણાનું માનવુ છે કે, મોબાઇલ ફોન વિના જાણે સમય રોકાઇ ગયો હોય તેવુ લાગે છે. પરંતુ તમને […]

World
romanian horse and cart મોબાઇલ વિનાનું આ ગામ જોઇ તમે પણ કહેશો, OLD is GOLD

આજે દુનિયાનાં મોટાભાગનાં લોકો ટેકનોલોજીથી સજ્જ છે. ટેકનોલોજીનાં કારણે દુનિયા જાણે તમારી મુઠ્ઠીમાં આવી ગઇ છે. એક મોબાઇલ ફોનથી તમે દુનિયાનાં કોઇપણ ખૂણામાં બેસેલા વ્યક્તિ સાથે વાતચીત કરી શકે છે. આજે દુનિયાનાં મોટાભાગનાં લોકો પાસે મોબાઈલ ફોન છે. ઘણાનું માનવુ છે કે, મોબાઇલ ફોન વિના જાણે સમય રોકાઇ ગયો હોય તેવુ લાગે છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એક જગ્યા એવી પણ છે કે જ્યા લોકો મોબાઇલનો ઉપયોગ કરતા નથી.

આજે મોબાઈલ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે, પરંતુ બહુ થોડા લોકો જાણશે કે એક ગામ છે જ્યાં લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા નથી. અહી લોકો હંમેશા ગામની પરંપરાને જીવંત રાખવા સંઘર્ષ કરે છે. આજે અમે તમને એક ગામ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં લોકો મોબાઈલ ફોનથી દૂર રહે છે. આ ગામ રોમાનિયામાં છે. આ લોકો કમ્પ્યુટર્સ અને મોબાઈલથી દૂર રહે છે. એવું નથી કે ઈન્ટરનેટ અથવા મોબાઈલ સુવિધા ક્યારેય અહી પહોચી નથી. બધી સુવિધાઓ અહી પહોચી ગઈ છે પરંતુ આ લોકોએ આ સુવિધાને અવગણી છે અને તેમના જૂના રિવાજોને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે.

રોમાનિયાનાં લોકોનાં ડ્રેસ બાકી લોકોથી બિલ્કુલ અલગ છે. આ ગામનાં લોકો હજુ પણ સેંકડો વર્ષ જૂની સંસ્કૃતિ અને રિવાજ પ્રમાણે જીવે છે. ઉપરાંત તેમની પાસે ફોટોગ્રાફ લેવા માટે મોબાઈલ અને દૂરબિન જેવી કોઈ વસ્તુ નથી. હકીકતમાં આવા જીવન જીવવાની પણ એક અલગ પ્રકારની મજા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.