OMG!/ કોરોનાથી બચવું છે તો લગાવો વેકસીનના 11 ડોઝ, બિહારમાં એક વૃદ્ધના દાવાની થશે તપાસ

મધેપુરા જિલ્લાના પુરૈની વિસ્તારમાં આવતા ઔરાય ગામના બ્રહ્મદેવ મંડલ (84)એ છેલ્લા દસ મહિનામાં અલગ-અલગ સ્થળે કોરોનાની 11 વખત રસી લીધી છે.

Ajab Gajab News
રસી

કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં રસીકરણની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારો સામાન્ય લોકોને રસીકરણ માટે આગળ આવવા સતત અપીલ કરી રહી છે. લોકો રસીના બે ડોઝ માંડ-માંડ લે છે ત્યારે મધેપુરા જિલ્લાના પુરૈની વિસ્તારમાં આવતા ઔરાય ગામના બ્રહ્મદેવ મંડલ (84)એ છેલ્લા દસ મહિનામાં અલગ-અલગ સ્થળે કોરોનાની 11 વખત રસી લીધી છે. તેમનું કહેવું છે કે રસી લીધા પછી તેમના ઘૂંટણનું દર્દ ઓછું થયું છે. તેથી તેમણે આટલી વખત રસી લીધી છે. તેમણે લાંબા સમય સુધી ગ્રામીણ ચિકિત્સક તરીકે પણ કામ કર્યુ છે.

આ મામલો બહાર આવતા અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા છે. આટલી રસી પછી તેમના પર કોઈ આડઅસર પણ થઈ નથી. અને તે દર વખતે ‘સારું’ અનુભવતો હતો. એક ડોઝ પણ તેની પીઠનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. આ દાવા સામે આવ્યા બાદ પ્રશાસન પણ આઘાતમાં છે અને તેણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો :દિલ્હીમાં આજે આવી શકે છે કોરોનાના 14000 નવા કેસ: સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

‘દોષિત આરોગ્ય કર્મચારીઓ સામે પગલાં લેવાશે’

મધેપુરા સિવિલ સર્જન અમરેન્દ્ર પ્રતાપ શાહીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ તપાસનો વિષય છે. વૃદ્ધનો દાવો સાચો છે કે ખોટો તેની તપાસ કરવામાં આવશે. હોસ્પિટલના રેકોર્ડની તપાસ કરવામાં આવશે. નિયમો અનુસાર, વ્યક્તિને રસીના માત્ર બે ડોઝ આપવાના હોય છે. આવી સ્થિતિમાં જો વૃદ્ધોનો દાવો સાચો નીકળશે તો આ મામલામાં દોષિત આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ દાવાની સત્યતા તપાસ બાદ જાણવા મળશે.

તેમણે પહેલો ડોઝ પુરૈનીના પીએચસીમાં 13 ફેબ્રુઆરીના રોજ લીધો હતો. બીજો ડોઝ 13 માર્ચના રોજ પુરૈની પીએચસીમાં લીધો હતો. ત્રીજો ડોઝ 19 મેએ ઔરાય આરોગ્ય કેન્દ્રમાં લીધો હતો. ચોથો ડોઝ ભુપેન્દ્ર ભગતના કોટા પર લાગેલા કેમ્પમાં જઈને લીધો. પાંચમો ડોઝ 24 જુલાઈએ પુરૈનીના બડી હાટ સ્કૂલમાં લાગેલા કેમ્પમાં લીધો હતો. છઠ્ઠો ડોઝ 31 ઓગસ્ટે નાથબાબા સ્થાનિક કેમ્પમાં લીધો. સાતમો ડોઝ 11 સપ્ટેમ્બરે બડી હાટ સ્કૂલમાં લીધો.

આ પણ વાંચો :J & K ના આ 3 પૂર્વ CM ની સુરક્ષામાં મુકાયો કાપ, હવે ઓછા થશે SSG ના જવાનો

આઠમો ડોઝ 22 સપ્ટેમ્બરે બડી હાટ સ્કૂલમાં લીધો. નવમો ડોઝ 24 ઓક્ટોબરે કલાસનમાં આરોગ્ય કેન્દ્રમાં લીધો. દસમો ડોઝ ખગડિયા જિલ્લાના પરબત્તામાં લીધો. 11મો ડોઝ ભાગલપુરના કહલગામ ખાતે લીધો.

વૃદ્ધે તો આટલી રસી લીધી, પણ આરોગ્ય વિભાગની બેદરકારી હવે તેના જ ગળામાં મોટું હાડકુ બની ગઈ છે. એક વ્યક્તિ આટલા ડોઝ લઈ ગઈ અને આરોગ્ય વિભાગને તેની જાણ સુદ્ધા પણ ન થઈ. હાલમાં તો આરોગ્ય વિભાગમાં હડકમ્પ મચેલો છે. દરેકના મોઢા પર એક જ સવાલ છે કે એક વ્યક્તિ આટલા બધા ડોઝ કઈ રીતે લઈ શકે છે.

આ પણ વાંચો :કેન્દ્રીય મંત્રી ભારતી પવાર કોરોના સંક્રમિત,ટ્વિટ પર આપી માહિતી

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આટલા ડોકટરો થયા કોરોના સંક્રમિત,જાણો વિગત

આ પણ વાંચો :દિલ્હીના ચાંદની ચોકના માર્કેટમાં ભીષણ આગ લાગતા અનેક દુકાનો બળીને ખાખ