Not Set/ અસરકારક દેખાવવું હોય તો પોતાની સમસ્યાઓ મ્યાનમાં જ રાખવી

સંબંધોમાં થઈ રહેલા ઋતુગત બદલાવને લઈને મારે Expectations નાં અતિરેકની બીમારીથી બચીને acceptance નામનાં tonic પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Trending

સંબંધોમાં થઈ રહેલા ઋતુગત બદલાવને લઈને મારે Expectations નાં અતિરેકની બીમારીથી બચીને acceptance નામનાં tonic પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ક્ષમતા પોતાની વધારુ તો બીજા પાસેથી અપેક્ષા એટલી જ ઘટી જશે.

આ પણ વાંચો – Covid-19 / થઇ જજો સાવધાન! આવી રહી છે મુસિબત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

દરેક સંબંધને યોગ્ય સમયે, યોગ્ય માત્રતામાં લાગણી અને વાચા આપવી યોગ્ય માનુ છું. જો એ ન આપવામાં આવે તો સમયની સાથે એ સંબંધ મારા હાથમાંથી સરી જશે અને રહેશે તો પણ એ પત્થર જેવો જડ થઈ જાય. ક્યારેય માની ન લેવું કે આપણે બહુ મહત્વના માણસ છીએ, ક્યારેય એવું ય માની ન લેવું કે આપણે બીજાઓ માટે મહત્વનાં છીએ. માન્યતા અને અપેક્ષા જ દુઃખી દુઃખી કરી જાય છે. રસ્તે જે મળે એની સામે સમસ્યાની દુકાન ખોલી તો ગયા સમજવું. અસરકારક દેખાવવું હોય તો પોતાની સમસ્યાઓ મ્યાનમાં જ રાખવી. કોઈના પર વિશ્વાસ મૂકવા માટે આમંત્રણ પત્રિકાઓ છપાવવાની ન હોય, એ તો સહજ પ્રક્રિયા છે. અંદરથી આપોઆપ લાગણીની તીવ્ર લહેર ઉઠે અને વિશ્વાસ મુકાઈ જાય છે. અસ્તિત્વની કેડીએ ચાલતા ચાલતા ખબર જ ન રહી કે, જીવન ક્યારે વિકાસની વાતે ચડી ગયું અને પાછળ રહી ગયા સપનાઓનો નાના-નાના ઢગલો. કમાયા પણ જીવવાની મોજ ક્યાં રહી ગઈ ખબર જ ન પડી – કોઈક સુંદર પળે ગામના પાદર તળાવની પાળે ગાયેલા ગમતીલા ગીત ફરી ક્યારે ગવાશે એવી એષણા તો બાકી રહી ગઈ આ સીમેન્ટના જંગલમાં. ચાલો હજુ ય ઘણું બાકી છે જીવવાનું, જીવી લઈએ એવું કંઈક, લોકો પણ યાદ કરે. કાયાના ટમટમતા કોડીયાને નવા વષૅની સફાઈના કોડ જાગ્યા, આશાનું તેલ પૂરી, મન માળીયે ચડ્યું. બચપણનો ખજાનો હાથ લાગ્યોને હાથ ધ્રુજવા લાગ્યો. કાળના કરંડિયામાંથી ચીમળાયેલી જવાની ડોકાણી. અંતર ઓરડીએથી, વ્યાજે મુકેલી લાગણીની ખાતાવહી મળી : જેમાં પ્રેમ ઉધાર બાજુ તથા ફરજ જમા બાજુએ વર્તાઈ. ભાવનાનું મુદ્દલ તો ડુબેલું દેખાયું. પ્રયત્નોનું ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવીને શમણાનું તો દેવાળું નીકળી ગયું હતું, દિલની દોલતનું દેવાળુ ફુંકાયું ને સ્નેહના સાથીયા ભૂંસાયા.પણ આશાના દિવડાએ આતમદિપ જલાવ્યો. સ્મિતના સરવાળાને અશ્રુની બાદબાકી કરી જીવનનું સરવૈયું માંડ્યું. સંબંધોના સ્વસ્તિક સજાવીને નવી સાલની ડાયરી ચાલુ કરી.

આ પણ વાંચો – OMG! / તાલિબાનનો અત્યાચાર યથાવત, પૂર્વ આર્મી ઓફિસરને પકડી માર્યો ઢોર માર, Video

આમતો થોડું અલગ છતાં આજે સ્હેજ છણાવટ એ કરવાની કે, જ્યારે તમે કોઈ પણ પરીણીત સ્ત્રી સાથે દોસ્તી કરો છો. ત્યારે તમારી સમજ, વિશ્વાસ અને જવાબદારી વધી જાય છે. પરીણીત સ્ત્રી એટલે દોસ્તી નથી કરતી કે એના જીવનમાં કંઈક ખૂટે છે – પણ કોઈ વાર ભાઈબંધી એટલે કરતી હશે, કે તેના મનમાં કંઈ રુંધાય છે. સ્ત્રી દેખાવમાં સુંદર છે તેથીજ જો પ્રેમ થયો હોય તો તે વાસના કહેવાય પણ જો કોઈ સ્ત્રીની સાથે પ્રેમ થયા પછી તે વધુ સુંદર લાગવા મંડે તો તેને ચોક્કસપણે નિર્મળ, નિર્ભેળ પ્રેમ કહેવાય. તેણીને તમારામાં પુરો વિશ્વાસ હોય કે આપશ્રી એક સારા દોસ્ત બની એને સમજી શકશો, એ ભરોસે એ તમારી સખી બને છે, વિશ્વાસ ભરોસો રાખીને જો કોઈ તમારી સહેલીબને તો એમની લાગણીઓને કદાપિ ઠેસ ન પહોંચાડવી બલ્કે આદર્શ, આદરણીય ભેરુ તરીકે ફરજ બજાવવી.