Not Set/ જો તમે રાત્રે સૂતી વખતે બ્રા પહેરો છો તો ચેતી જજો, થઇ શકે છે મોટી મુશ્કેલી

રાત્રીનાં સમયે આરામદાયક ઉંઘની મજા લેવા માટે મહિલાઓ કપડાઓ પર ખાસ ધ્યાન આપતી હોય છે, ત્યારે એક વાત પણ સામે આવી છે કે રાતનાં સમયે સૂતી વખતે અનેક મહિલાઓ બ્રા પહેરીને નથી સૂતી. પણ કેટલીક એવી પણ મહિલાઓ છે જેમને રાત્રે બ્રા પહેર્યા વગર ઉંઘ આવતી નથી. જો કે ડૉક્ટરો મુજબ રાત્રે સૂતી વખતે ફિટિંગવાળી […]

Health & Fitness Lifestyle

રાત્રીનાં સમયે આરામદાયક ઉંઘની મજા લેવા માટે મહિલાઓ કપડાઓ પર ખાસ ધ્યાન આપતી હોય છે, ત્યારે એક વાત પણ સામે આવી છે કે રાતનાં સમયે સૂતી વખતે અનેક મહિલાઓ બ્રા પહેરીને નથી સૂતી. પણ કેટલીક એવી પણ મહિલાઓ છે જેમને રાત્રે બ્રા પહેર્યા વગર ઉંઘ આવતી નથી. જો કે ડૉક્ટરો મુજબ રાત્રે સૂતી વખતે ફિટિંગવાળી બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યાતાઓ વધી જાય છે.

જેનો અર્થ એ છે કે રાત્રે બ્રા પહેરીને સૂવાનો કોઈ ફાયદો નથી. પણ એ તમારા પર નિર્ધારિત છે કે રાત્રે બ્રા પહેરીને તમે કેટલુ સહજ અનુભવ કરો છો. પણ આ વાતનુ હંમેશા ધ્યાન રાખો કે તમે રાત્રે સૂતી વખતે બ્રા પહેરીને સૂવા માંગો છો તો એક લાઈટ વેટ અને ઢીલી બ્રા પહેરો.

આપને જણાવી દઇએ કે, ટાઈટ બ્રા તમને રાત્રે સૂતી વખતે પરેશાન કરી શકે છે. આ ઉપરાંત જો તમારી બ્રેસ્ટ મોટા આકારની છે તો તમે રાત્રે બ્રા પહેરીને સૂઈ શકો છો. જેનાથી તે ઢીલી ન પડે. સૂતા સમયે બ્રા પહેરવાથી રક્તના પરિસંચરણમાં અવરોધ આવે છે. જો તમે ઈલાસ્ટીકવાળી ટાઈટ ફિટ બ્રા પહેરો છો તો આવુ થવાની શક્યતા વધી જાય છે.  આવી પરિસ્થિતિમાં તમે સ્પોર્ટ્સ બ્રા નો વિકલ્પ પસંદ કરો. જે વધુ આરામદાયક રહેશે.

આમ તો તમારે રાત્રે બ્રા કાઢીને સૂવુ જોઈએ કારણ કે આખો દિવસ અને આખી રાત બ્રા પહેરી રાખવાથી એ સ્થાન પર પિગમેન્ટેશન વધી જાય છે. તેથી જો તમે ફિટ બ્રા પહેરીને સૂતા હોય તો ઢીલી પહેરવાનું રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.