Not Set/ વરસાદી ઋતુમાં રાખો સ્વાસ્થ્યનું ધ્યાન, જાણો કેવી રીતે રાખી શકાય

વર્ષાઋતુ એ આલહાદ્ક ઋતુ તો છે જ સાથે સાથે રોગદાયક ઋતુ પણ છે.

Health & Fitness Lifestyle

ડોક્ટર જાહ્નવી બેન ભટ્ટ

9428598098

વર્ષાઋતુ એ આલહાદ્ક ઋતુ તો છે , જ સાથે સાથે રોગદાયક ઋતુ પણ છે.ગંદકી માખી – મચ્છરો નો ઉપદ્રવ વધી જવાથી વર્ષાઋતુ માં રોગચાળો ફાટી નીકળે છે, આથી વરસાદી પાણી નો યોગ્ય નિકાલ કરી સાફ સફાઈ અને સ્વચ્છતા પર પૂરું ધ્યાન આપવું જોઈએ.

ચોમાસા ની શરુઆત થતાં જ શરદી, ઉધરસ, તાવ, અપચો, ઝાડા થવા, મેલેરિયા, ટાઈફોઈડ , કમળો વગેરે માનવ શરીર ને હેરાન પરેશાન કરી મૂકે છે, એ રોગો નાં અટકાવ માટે,

(૧) ચોમાસા ની શરૂઆત થતાં જ પાણી હંમેશા ઉકાળેલું જ પીવું જોઈએ.

(૨) વાસી ખોરાક નાં ખાવો.આ

આરસાદી ઋતુ માં અપચો પણ થવાની ખુબ જ સંભાવના રહે છે.વરસાદી માહોલ માં ખોરાક નું પાચન નાં થવું તે સામાન્ય બાબત છે, એટલે ખાસ આ ઋતુ માં હલકો જ આહાર લેવો જોઈએ, રાત્રિ નું ભોજન જલ્દી કરી લેવું જોઈએ તેમજ રાત્રે ભોજન માં ખીચડી, થુલી જેવો હળવો આહાર લેવો.રોજિંદા આહાર માં આદુ નું પ્રમાણ વધારે લેવું. આદુ નો રસ મનદાગ્ની ને દૂર કરે છે.વળી, તુલસી, મરી, આદુ, સૂંઠ નો ઉકાળો પીવો અને કાળા મરી નો વધુ ઉપયોગ કરવો, જેથી શરદી અને સળેખમ થી બચી શકાય છે. ડાયાબિટીસ નાં હોય તો સિતોપલાદી ચૂર્ણ ૨ ગ્રામ ની માત્રા માં મધ સાથે લેવાથી શરદી અને ખાંસી માં ઘણી રાહત થાય છે. સૂંઠ અને ગંઠોડા ની રાબ પીવાથી પણ શરદી ઉધરસ માં ઘણી રાહત થાય છે.વરસાદ માં ભીંજાવા થી શરદી, તાવ અને ત્વચા નાં વિકારો નાં થાય તે માટે ખુબ જ સાવધાની રાખવી જોઈએ, ભીના કપડા તુરંત કાઢી નાખવા જોઈયે, કડું, કરિયાતું, મહસુદર્શન ચૂર્ણ , ત્રિભુવન કીર્તિ રસ વગેરે આયુર્વેદિક દવાઓ વૈદ્ય ની સલાહ મુજબ લેવી, જેનાથી ચોમાસા માં થતાં ઉપદ્રવો થી બચી શકાય છે.

દરેક વ્યક્તિ એ ઋતુચક્ર પ્રમાણે તેના ખોરાક પર શિસ્ત સંયમ રાખી ને આહાર વિહાર નાં નિયમન નું પાલન કરવું જરૂરી છે.

વર્ષાઋતુ માં વાળ ની માવજત લેવી પણ ખુબ જરૂરી છે, આ ઋતુ માં વાળ ખરવા અને વાળ બરછટ થવા વગેરે ફરિયાદો પણ ખુબ જોવા મળે છે, આથી આ ઋતુ માં શિરોધારા ટ્રીટમેન્ટ ખુબ જ અગત્ય ની છે.શિરોધારા કરાવવાથી વાળ ને પોષણ મળી રહે છે, અને વાળ ની તમામ સમસ્યા ઓ નું નિવારણ થાય છે, આ સાથે લીલા શાકભાજી અને તાજા ફળો નું સેવન કરવું પણ ખુબ જરૂરી છે, અઠવાડિયા માં બે દિવસ હળવા હાથે તેલ નું માલીશ કરવું અતિ આવશ્યક છે.માથા માં ખંજવાળ આવે કે વાળ ખરવા માંડે તો તુરંત જ નિષ્ણાત વૈદ્ય ની સલાહ મુજબ સારવાર શરુ કરી દેવી જોઈએ જેથી જલ્દી થી સૌંદર્ય અને વાળ ની માવજત થવાથી આરોગ્ય જળવાઈ રહે છે.

ચોમાસા ની ઋતુ માં અગ્નિમંદ થઈ જતો હોય છે, તથા વાતાવરણ પણ વધારે ભેજવાળું હોવાથી પાચક અગ્નિ પ્રદિપ્ત થાય તેવા સા દા, સુપાચ્ય આહાર લેવા જોઈયે.

રોજિંદા આહાર નાં જંક ફૂડ,પીઝા, બર્ગર વગેરે ખાવાનું ટાળવું જોઈએ.આ ઉપરાંત લસણ, અજમો, આદુ, સૂંઠ, કાળા મરી, તુલસી, ફુદીનો વગેરે નો વધારે ઉપયોગ કરવો જોઈયે. વરસાદ માં વાળ ભીના થયા હોય તો શેમ્પૂ થી ધોઈ ને તે કોરા થાય પછી તેલ નું હળવા હાથે મસાજ કરવું જોઈએ, તેલ ને ગરમ કરી ને મસાજ કરવા થી વાળ ને ખુબ જ ફાયદો થાય છે તથા વાળ માં ખોડો થવાની કે વાળ સૂકા બરછટ થવાની કોઈ સમસ્યા રહેતી નથી.

આ ઋતુ માં મેલેરિયા થયો હોય તો તેનાથી બચવા માટે:-

(૧) તુલસી અને મરી નો ઉકાળો ગરમ ગરમ પીવાથી ઠંડી ઉતરી જાય છે, ઉકાળા માં ગોળ નાખવો અને ગેસ પરથી ઉતારી ને લીંબુ નીચોવી ને પીવડાવવાથી મેલેરિયા માં ઘણો જ ફાયદો થાય છે.

(૨) ૧ ચમચી મીઠું ગરમ પાણી માં મેળવી દિવસ માં ત્રણ વાર પીવું.તેથી તાવ ઉતરી જશે.તાવ ઉતર્યા પછી પણ ૨ દિવસ સુધી સવાર સાંજ ગરમ પાણી માં ચપટી મીઠું નાખી ને પીવું.

(૩) લસણ ની પાંચ કળી વતી તલ નાં તેલ મ કે ઘી માં સાંતળી સિંધવ ભભરાવી ખાવું.

(૪) એક ચમચી પિપરીમુલ નું ચૂર્ણ મધ માં ચાટી ઉપર ગરમ દૂધ પીવું, તેનાથી પણ મેલેરિયા રોગ માં ઘણો જ ફાયદો થાય છે.

(૫) સુદર્શન ચૂર્ણ અને સૂંઠ નો ક્વાથ બનાવી થોડો ગોળ નાખી તે દર્દી ને પીવડાવવાથી પણ મેલેરિયા અને શરદી નો તાવ મટે છે.

ઉપરોક્ત બતાવેલા પ્રયોગો માંથી જે પ્રયોગ સુલભ લાગે તે કોઈ પણ એક પ્રયોગ કરવો.ઉપરાંત લક્ષ્મીનારાયણ રસ, વિષમ જવર ઘ્નીવટી, ત્રિભુવનકીર્તિ રસ જેવા ઔષધો નિષ્ણાત ની સલાહ મુજબ ચાલુ રાખવા જોઈયે.

આ ઋતુ માં immunity બૂસ્ટર તરીકે રસાયણ ચૂર્ણ પણ બેસ્ટ છે.

આમ, આ ઋતુ માં આહાર વિહાર નું અને ઋતુચર્યા નું પાલન કરવાથી ઋતુગત રોગો થી નિસંશય પોતાની જાત ને બચાવી શકાય છે.