ગુજરાત/ આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

દેવભૂમિ દ્વારકામાં કબ્જે કરાયેલી 90 બોટલમાં આલ્કોહોલ હોવાનું ખુલ્યું

Gujarat Top Stories Others Breaking News
YouTube Thumbnail 2024 07 02T182453.536 આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

ગાંધીના ગુજરાતમાં દારુબંધીનો થોડા સમયથી કડક અમલ શરુ કરવામાં આવતા બંધાણીની પ્યાસ બુઝાવવા કેટલાક લેભાગુઓ દ્વારા આર્યુવેદિક સિરપના નામે આલ્કોહલનો વેપલો શરુ કરી યુવાધનને બરબાદ કરી રહ્યા છે. દેશી દવાના નામે લાયસન્સ મેળવી પીવા યોગ્ય નથી તેવા મિથાઇલ આલ્કોહલથી સિરપનું ધુમ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે આવામાં દેવભૂમિ દ્વારકામાં કબ્જે કરાયેલી 90 બોટલમાં આલ્કોહોલ હોવાનું ખુલ્યું દેશભરના લોકો માટે પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં જ આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાંનો ગેરકાયદે ધંધો ચાલી રહ્યો હતો.

જામખંભાળિયા પોલીસે તપાસ કરતા કેટલાક શકસો સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાંનો વેપાર કરી સમાજ ના લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું બહાર આવ્યું હતું.

જેને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી જામખંભાળિયા ના પ્રકાશ કે આચાર્યના મકાન પર દરોડો પાડયો હતો.

 દેવભભૂ દ્વારકા જીલ્લાના પોલીસ અધ્યક્ષ નીતેશ પાંડે અને તેમની ટીમે મળીને આ વ્હાઈટ કોલર બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરી હતી. અહીથી પોલીસે સુંનિદ્રા amb Pharma તથા અસ્વસ્વ શ્રી આયુર્વેદિક હેલ્થ કેર વડોદરા ગુજરાતની મળી ને 13,40 રૂ ની કિંમતની 90 બોટલો કબ્જે કરી હતી.પોલીસે આ કેસ માં પ્રકાશ આચાર્ય સહિત 8  આરોપી ની ધરપકડ કરી હતી.આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવાથી સરળતાથી આલ્કોહોલનું વેચાણ કરવા માટે બુટલેગરો દ્વારા નવા કીમિયા બનાવી હવે આયુર્વેદિક સીરપના નામે દારૂનું બેફામ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી હવે પોલીસે પકડી ઉપાડવા દિન રાત એક કરી દીધા હોય તેમ અનેક સ્થળોએ દરોડા પાડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલેખનીય છે કે,ગુજરાતમાં દવાની આડમાં નશાનો કારોબાર વધી રહ્યો છે. ગુજરાતમાં નશાકારક સિરપનો ખતરનાક વેપલો ચાલી રહ્યો છે. આ ખતરનાક સિરપ જીવલેણ સાબિત થઈ શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નશાકારક સિરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર ચાલી રહ્યો છે. પરંતુ આ સિરપ પીનારા લોકોને ખબર નથી કે, સિરપનો ઓવરડોઝ મોત આપી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત