Viral News: પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનાના (Ghana) એક વ્યક્તિ સાથે સંબંધિત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિ નાસુતા વસા શહેરનો હોવાનું કહેવાય છે, જેણે થોડા દિવસો પહેલા નોકરીમાંથી રાજીનામું (Resignation) આપ્યું છે. પરંતુ પોસ્ટમાં જોવા મળેલા રાજીનામા પત્રમાં એવી વાતો લખવામાં આવી છે કે જેને વાંચીને તમે ભાગ્યે જ હસવાનું રોકી શકશો.
સોશિયલ મીડિયામાં યુઝર્સ કર્મચારીના લખેલા પત્ર વાંચીને મજા લેતા જોવા મળ્યા છે. હાલમાં આ પોસ્ટને 38 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. ઘણા રાજીનામા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. કેટલાક રાજીનામામાં કર્મચારીઓએ નોકરી છોડવાનું કારણ કૌટુંબિક સમસ્યાઓ દર્શાવી છે. કેટલાક રાજીનામામાં અન્ય સંસ્થામાં જવાના કારણો અથવા અન્ય કોઈ સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આવી રમૂજી પોસ્ટ ભાગ્યે જ જોવા મળે છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલી લેટેસ્ટ પોસ્ટમાં, કર્મચારીએ રાજીનામું લખતી વખતે ઈમાનદારી બતાવી છે. તેણે લખ્યું છે કે અત્યારે હું કંપની છોડી રહ્યો છું. પરંતુ જો કેટલીક બાબતો સારી નહીં હોય તો હું ચોક્કસપણે પરત ફરીશ. યુઝર્સ હવે પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં બરાબરની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ભાઈએ પોતાનો B પ્લાન તૈયાર કરી લીધો છે. અન્ય યુઝરે લખ્યું કે તે એમ્પ્લોયર પાસે ફરી પાછો આવશે એમ કહેતા ખૂબ જ આનંદ થયો. ત્રીજા યુઝર્સની ટિપ્પણી તો ચોંકાવનારી હતી. તેને લખ્યું કે જો તમે ફરીથી જોબ પર પાછા ફરો તો બોસ તમને ઓછો પગાર આપશે.
આ પોસ્ટ પર આવી અનેક કોમેન્ટ જોવા મળી રહી છે. રાજીનામાના પત્રની શરૂઆતમાં વ્યક્તિએ લખ્યું કે નોકરી છોડવાનું કારણ નીચે લખ્યું છે. તે આગળ લખે છે કે તેને નવી કંપનીમાં નોકરી મળી છે. હું એક વાર ત્યાં જઈને કામ કરવા ઈચ્છું છું. જો કેટલીક વસ્તુઓ યોગ્ય ન લાગે તો હું પાછો આવીશ. હું તમામ અધિકારીઓનો આભાર માનું છું, કંપનીને મારી શુભેચ્છાઓ. આ લેટર ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. પોસ્ટ મુજબ આ પત્ર 23 સપ્ટેમ્બરનો છે. જેને 38 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે.
આ પણ વાંચોઃજ્યારે દિલ્હી મેટ્રોમાં સંભળાવવા લાગ્યા માતાની ધૂન, વીડિયોને ખૂબ બિરદાવ્યો
આ પણ વાંચોઃઘરમાં ઘૂસ્યો ચોર, ખાવાનું બનાવ્યું, કપડા ધોયા, માલિક માટે સંદેશો મૂકીને…
આ પણ વાંચોઃસોશિયલ મીડિયામાં Popular થવા મહિલાની વિચિત્ર યુક્તિ, TikTok પર કર્યો વીડિયો અપલોડ