Vaccine/ IMF ચીફે ભારતની વેક્સીન ડિપ્લોમેસીનાં કર્યા વખાણ, જાણો શું કહ્યુ?

કોરોના મહામારીને માત આપવામાં ભારતનાં પ્રયત્નનાં દુનિયાભરમાં વખાણ થઇ રહ્યા છે….

Top Stories India
bumrah sanjana 1615012223 11 IMF ચીફે ભારતની વેક્સીન ડિપ્લોમેસીનાં કર્યા વખાણ, જાણો શું કહ્યુ?

કોરોના મહામારીને માત આપવામાં ભારતનાં પ્રયત્નનાં દુનિયાભરમાં વખાણ થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ એક વરિષ્ઠ અમેરિકન વૈજ્ઞાનિકે ભારતની કોરોના રસી વિશે કહ્યું હતું કે, જો ભારતે આ રસી વિશ્વનાં દેશોમાં નહીં પહોંચાડી હોત તો દુનિયાને આ રોગચાળાને પહોંચી વળવામાં ખૂબ મુશ્કેલ પડી શકતી હતી. દરમિયાન, આઇએમએફનાં ચીફ ઇકોનોમિસ્ટ અને ભારતીય મૂળનાં ગીતા ગોપીનાથે પણ કહ્યું હતું કે, કોરોના વાયરસ સામેની લડતમાં ભારત મોખરે રહ્યું છે. ગોપીનાથે ભારતની કોરોના વેક્સીન નીતિની પણ પ્રશંસા કરી છે.

Corona Vaccine / બ્રાઝિલમાં ફેલાયેલા વાયરસના નવા સ્ટ્રેન પર અમેરિકી કંપની ફાઇઝર અને ચીની કંપનીની સિનોવિકની રસી અસરકારક

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત ડો. હંસા મહેતા વ્યાખ્યાનનાં ઉદ્ઘાટન દરમિયાન એક ઇન્ટરએક્ટિવ સત્રમાં ગીતા ગોપીનાથે કહ્યું કે, ભારતે ખરેખર તેની રસી નીતિનાં સંદર્ભમાં નોંધપાત્ર કામ કર્યું છે. જો તમે ખરેખર જોશો કે વિશ્વભરમાં રસીનું ઉત્પાદન કેન્દ્ર ક્યાં છે, તો તમને તે ફક્ત ભારતમાં જ મળશે. નોંધપાત્ર વાત એ છે કે ભારતે નેપાળ, ભૂટાન, માલદીવ્સ, મ્યાનમાર, શ્રીલંકા સહિતનાં ઘણા દેશોમાં કોરોના વાયરસ રસીનાં 56 લાખથી વધુ ડોઝ ભેટ કર્યા છે.

Accident: પત્નિએ દહેજને લઇને કર્યો કેસ, કોર્ટમાં તારીખ ભરવા આવતા પિતાનું અકસ્માતમાં થયુ મોત અને પછી…

આપને જણાવી દઈએ કે, ભારતે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના રસીનાં 2.26 કરોડથી વધુ ડોઝ સપ્લાય કર્યા છે. હાલમાં, 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ ગંભીર બિમારીવાળા દર્દીઓ કોરોના રસી લઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, રોગચાળાને કારણે વિશ્વનાં તમામ દેશો તેમની અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે, ભારતનાં કાયમી મિશન અને યુનાઇટેડ નેશન્સ એકેડેમિક ઇમ્પેક્ટ (યુએનએઆઈ) દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં વ્યાખ્યાનનું ડિજિટલી આયોજન કરવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ