Not Set/ અફઘાનિસ્તાન મામલે દિલ્હીમાં ભારત મહત્વની બેઠક કરશે,પાકિસ્તાનના NSAને પણ આમંત્રણ

અફઘાન મુદ્દે આ બેઠક માટે ચીન, ઈરાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને પણ આમંત્રણ આપ્યું છે. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા આયોજિત પરિષદની અધ્યક્ષતા કરશે

Top Stories
ajit અફઘાનિસ્તાન મામલે દિલ્હીમાં ભારત મહત્વની બેઠક કરશે,પાકિસ્તાનના NSAને પણ આમંત્રણ

કાબુલ પર તાલિબાનના કબજાના બે મહિના બાદ ભારત અફઘાનિસ્તાનના ભવિષ્ય પર પ્રાદેશિક શક્તિઓને જોડવાની યોજના ધરાવે છે. ભારત આગામી મહિને નવેમ્બરમાં દિલ્હીમાં અફઘાનિસ્તાન પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA) બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. રશિયા અને પાકિસ્તાન એવા દેશોમાં સામેલ છે કે જેને ભારતે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર એનએસએ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. જ્યારે ભારતે રશિયાની રાજધાનીમાં મોસ્કો ડ્રાફ્ટ મંત્રણામાં ભાગ લેવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે, ત્યારે ભારતે અફઘાનિસ્તાન પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સ્તરની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે, જેમાં પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવશે.નોંધનીય છે કે તાલિબાન પણ રશિયા સાથેની બેઠકમાં સામેલ થશે.

TOI ના સમાચાર અનુસાર, એવું માનવામાં આવે છે કે ભારતે અફઘાન મુદ્દે આ બેઠક માટે ચીન, ઈરાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને પણ આમંત્રણ આપ્યું છે. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા આયોજિત પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં માનવીય કટોકટી અને માનવાધિકારના મુદ્દા પર ચર્ચા થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફને ગયા અઠવાડિયે આમંત્રણ મળ્યું હતું. જો પાકિસ્તાન NSA નું આમંત્રણ સ્વીકારે અને ભારત આવે, તો તે મોઈદ યુસુફની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. જો કે, એ પણ જોવાનું રહેશે કે આ બેઠકમાં પાકિસ્તાન શું ભૂમિકા ભજવે છે, જે શરૂઆતથી જ તાલિબાનને મદદરૂપ રહી છે.