સમગ્ દેશ માં કોરોના ના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે .ત્યારે આ વધતા જતા કેસને નિયત્રણમાં લાવવામાં માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવાર થીં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. આ માહિતી ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી છે.
નોધનીય છે કે દેશના અન્ય ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ દિલ્હીમાં સ્થિતિ ખૂબ ગંભીર છે. છેલ્લા કેટલાક દિવસોથી 300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગયા રવિવારે લોકડાઉન અવધિ એક અઠવાડિયા માટે લંબાવી દેવાની માહિતી આપી હતી. આ અંતર્ગત સોમવાર સુધી લોકડાઉન રહેવાનું હતું, પરંતુ કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમ એ આજે ફરી એકવાર લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે.
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, “દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવામાં આવ્યું છે”.