National/ નેશનલ હાઈવેના મુસાફરો માટે 1 જાન્યુઆરીથી આ બાબત જરૂરી, નહિતર થશે દંડ, કેન્દ્રીય પ્રધાને કરી જાહેરાત

જો તમે વાહનચાલક હોય અને નિયમિત રીતે નેશનલ હાઈવે પર વાહન પર મુસાફરી કરતા હોય તો હવેથી એક બાબતનું ધ્યાન રાખવું પડશે નહીંતર દંડ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું હતું કે

Top Stories India
central minister

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ

ફાસ્ટેગ વગરના વાહનોનું રજિસ્ટ્રેશન બંધ
1 જાન્યુઆરીથી દરેક વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત
ફાસ્ટેગ વગરના વાહનોને ટોલ ટેક્સમાં છૂટ નહીં મળે
ફાસ્ટેગ સાથેના વાહનોને 24 કલાકમાં રિટર્ન પર 50 ટકા છૂટ
ફાસ્ટેગ વિનાના વાહનો પાસેથી બમણો ટોલ વસૂલાશે

જો તમે વાહનચાલક હોય અને નિયમિત રીતે નેશનલ હાઈવે પર વાહન પર મુસાફરી કરતા હોય તો હવેથી એક બાબતનું ધ્યાન રાખવું પડશે નહીંતર દંડ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું હતું કે પહેલી જાન્યુઆરીથી દેશમાં તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું હતું કે ફાસ્ટેગ મુસાફરો માટે ઉપયોગી છે કારણ કે ફાસ્ટટેગથી સમય અને ઈંધણની બચત થશે. રોકડ ચુકવણી માટે ટોલ પ્લાઝા ઉપર ઊભું રહેવું નહીં પડે અને ટેક્સ ચૂકવી શકાશે.

Coming soon: Pay at petrol pumps in seconds using FASTags

earthquake / ફિલિપાઇન્સમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીની ધરા પર ધ્રુજી…

આ અંગે સત્તાવાર નિવેદનમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પહેલી જાન્યુઆરીથી તમામ વાહનો ઉપર ફાસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે જાન્યુઆરી બાદ તમે મોટા વાહનો ઉપર ફાસ્ટેગ લગાવ્યા વિના નેશનલ હાઈવે પર મુસાફરી કરશો તો તમારે મોટી કિંમત ચૂકવવી પડશે. ફાસ્ટેગ લગાવ્યા વગર ટોલપ્લાઝા ઉપર ફાસ્ટલેન ઉપરથી પસાર થતાં જ બમણો ટેક્સ ભરવો પડશે.આ કાયદાની અમલવારી કરવા માટે ટોલ પ્લાઝા ઉપર એક એવી લેન હશે જેમાં ફાસ્ટટેગ વાહન પસાર કરવાથી સામાન્ય ટેક્સ વસુલવામાં આવશે જ્યારે અન્ય લેને ફાસ્ટેગ વાળી કરવામાં આવી છે. ફાસ્ટેગ માત્ર નેશનલ હાઈવે ઉપર જ હાલ લાગુ કરવામાં આવ્યું છે. જો તમે સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થતાં હશો તો હાલ આ નિયમ તમને લાગુ પડતો નથી.

BCCI / પૂર્વ બોલર ચેતન શર્મા બન્યા ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર અન્ય …

આપણે જાણી લઈએ કે ફાસ્ટ ટેગ રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ઉપર આધારિત એક ટેગ છે. જે ગાડીની વિન્ડ સ્ક્રિન ઉપર લાગશે. વાહનો ઉપર લગાવેલું ફાસ્ટેગ ઈલેક્ટ્રીક રીતે કામ કરશે. સરળ શબ્દોમાં કહીએ તો ટોલ પ્લાઝા ઉપર લાગેલા કેમેરાને અથવા સ્કેનર આ ટેકનો સ્કેન કરી અને ટોલની રકમ એકાઉન્ટમાંથી જ કાપી લેશે અને તરત જ ટોલની ફાટક ખુલી જશે અને તમે કોઈપણ પરેશાની વગર વાહનને ટોલનાકા ઉપરથી પસાર કરી શકશો. આખી પ્રક્રિયા માત્ર સેકન્ડોમાં થઈ જશે જેથી ટોલ પ્લાઝા ઉપર લાગતી વાહનોની ભીડ સામે રાહત મળશે.ફાસ્ટ ટેગને ઓનલાઇન પેમેન્ટથી, મોબાઈલની જેમ જ રીચાર્જ કરાવી શકાશે. આ ઉપરાંત માય ફાસ્ટ એક એપ અથવા નેટ બેન્કિંગ દ્વારા પણ રિચાર્જ કરાવી શકાશે.

New Delhi: 'Delay at tollgates after introduction of FASTag', admits govt - Daijiworld.com

Corona Vaccine / આ કંપનીએ 30 હજાર લોકો પર ત્રીજા તબક્કાના કોરોના વેક્સિનના ટ્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…