ત્રીજી તક નહિ/ CBSEનાં વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વના સમાચાર : પરીક્ષા પહેલા જાણવો જરૂરી છે આ નિયમ

CBSE નું કહેવુ છે કે, હાલમાં પરીક્ષાઓ વ્યવસ્થિત રીતે ચાલું રહેશે. વર્તમાન સમયમાં તો કોઈ સમસ્યા નથી. પરંતુ કોરોના સંક્રમણ વધશે તો ચોક્કસ તે સમય અનુસાર યોગ્ય નિર્ણય કરવામાં આવશે અને સાવધાની રાખવામાં આવશે.

Top Stories India
CBSE

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ( CBSE ) દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ આયોજીત કરવામાં આવી છે. જો કે પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષા નથી આપી, આ વિદ્યાર્થીઓને હવે ત્રીજા તબક્કામાં બેસવા દેવામા આવશે નહીં. આવા વિદ્યાર્થીઓને ફરીથી ક્લાસ રિપીટ કરવો પડશે. જે વિદ્યાર્થીઓ માટે ચિંતાની વાત બની શકે છે. તે જૂન મહિનાના મધ્ય સુધી ચાલશે. ત્યારે જૂન મહિનામાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. આ પરીક્ષાઓ માટે દેશભરમાં લગભગ 35 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે આવા સમયે પરીક્ષા કેવી રીતે લેવી તે બાબતે CBSE નું કહેવુ છે કે,  હાલમાં પરીક્ષાઓ વ્યવસ્થિત રીતે ચાલું રહેશે. વર્તમાન સમયમાં તો કોઈ સમસ્યા નથી. પરંતુ કોરોના સંક્રમણ વધશે તો ચોક્કસ તે સમય અનુસાર યોગ્ય નિર્ણય કરવામાં આવશે અને સાવધાની રાખવામાં આવશે.

CBSEના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થી તો પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષા નથી આપી, આ વિદ્યાર્થીઓને હવે ત્રીજા તબક્કામાં બેસવા દેવામા આવશે નહીં. આવા વિદ્યાર્થીઓને ફરીથી ક્લાસ રિપીટ કરવો પડશે. આ  વિદ્યાર્થી ફક્ત આગામી વર્ષે સીબીએસઈની પરીક્ષામાં બેસી શકશે. આ વિદ્યાર્થીઓને આ વર્ષે કંપાર્ટમેંટ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, સીબીએસઈ  આ વર્ષે બોર્ડની પરીક્ષા બે અલગ અલગ તબક્કામાં લઈ રહ્યું છે. આ પરીક્ષાનો બીજો તબક્કો છે. પ્રથમ તબક્કો ગત વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિના દરમિયાન આયોજીત કરવામાં આવ્યો છે. CBSEએ બોર્ડ પરીક્ષાઓ માટે કંપાર્ટમેંટ પરીક્ષા પાત્રતા અને રિઝલ્ટ સંબંધી ગાઈડલાઈન બનાવી છે. જો કે, કોઈ વિદ્યાર્થઈ કોઈ તબક્કાની પુરેપુરી આપી ચુક્યા છે અને કોરોના કારણે બીજા તબક્કાની પરીક્ષા આપી શક્યા નથી, આવા વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. CBSEના જણાવ્યા અનુસાર આવા વિદ્યાર્થીઓ માટે વિકલ્પ હશે અને તેને એસેંશિયલ રિપીટની કેટેગીમાં નહીં રાખવામાં આવે. ઉપરાંત સીબીએસઈસીએ બીજા તબક્કામાં આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા એક શિફ્ટમાં કરવાનું વિચારી રહી છે. CBSEએ 50 ટકા સિલેબસ માટે આ પરીક્ષાઓ આયોજીત કરી રહ્યું છે. બાકીના 50 ટકા સિલેબસ માટે પરીક્ષાઓ ગત વર્ષે આયોજીત થઈ ચુકી છે.

આ પણ વાંચો : પાટણમાં ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન ‘સીએમ’ બન્યા ‘કોમનમેન’ : ‘સમરતા ભોજન’ની શરૂઆત