Not Set/ નાણામંત્રી દ્વારા 20 લાખ કરોડના #Covid-19 રાહત પેકેજનાંં પાંચમાં અને અંતિમ મુસદ્દાની જાહેરાત

PM મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાનાં કહેર સામે અર્થતંત્રને ઘમકતું કરવા માટે 20 લાખ કરોડના Covid-19 રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે 20 લાખ કરોડના Covid-19 રાહતના પાંચમાં અને અંતિમ પેકેજની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે આત્મનિર્ભર ભારત એ સમયની માંગ છે. જેમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવાની ક્ષમતાને કેળવવામાં આવશે. પીએમ ગરીબ […]

India
7b5327228eeb1570ba904258bda6f5b3 1 નાણામંત્રી દ્વારા 20 લાખ કરોડના #Covid-19 રાહત પેકેજનાંં પાંચમાં અને અંતિમ મુસદ્દાની જાહેરાત

PM મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાનાં કહેર સામે અર્થતંત્રને ઘમકતું કરવા માટે 20 લાખ કરોડના Covid-19 રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે 20 લાખ કરોડના Covid-19 રાહતના પાંચમાં અને અંતિમ પેકેજની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે આત્મનિર્ભર ભારત એ સમયની માંગ છે. જેમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવાની ક્ષમતાને કેળવવામાં આવશે. પીએમ ગરીબ કલ્યાણ પેકેજથી ગરીબો સુધી પૈસા મોકલવામાં આવી રહ્યા છે. તેમજ બિલ્ડિંગ અને બાંધકામ ક્ષેત્રના કામદારોને પણ મદદ કરવામાં આવી રહી છે. વિની મૂલ્યો રાશન આપવામાં આવી રહ્યું છે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મદદ કરવામાં આવી રહી છે આજે આ પેકેજના ભાગરૂપે સાત પગલા અંગે મહત્વની જાહેરાત કરવાની છે ડિફોલ્ટ સ્થિતિમાં કાર્યવાહી એક વર્ષ સુધી નહીં થાય. સાથેજ વિદેશમાં સીધુ લિસ્ટીંગ કરી શકાશે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર માટે મંજૂરી આપવામાં આવી છે. મનરેગા માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા ઉપર ભાર મૂકાયો છે.

રાજ્યોને 4114 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે રૂપિયા 3750 કરોડ રૂપિયા આવશ્યક ચીજ વસ્તુઓ માટે તેમજ ટેસ્ટિંગ અને કિટ્સ માટે 550 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ હેઠળ દરેક પ્રોફેશનલ્સ માટે રૂપિયા 50 લાખનું ઈન્સ્યોરન્સ કવરેજ જાહેર કરવામાં આવ્યું છએ. હેલ્થ સંબંધિત 15 હજાર કરોડ આપવામાં આવ્યા છે. ટેસ્ટિંગ લેબ્સ માટે પણ ભંડોણ ઉપલબ્ધ કરાયું છે. કોરોનાને લઈને કારોબારને જે નુકશાન થયું છે તેને ઓછું કરવા માટે પગલાં ભરવામાં આવ્યા છે. ભારતીય પબ્લિક કંપીની વિદેશી અધિકાર ક્ષેત્રામાં સીધી જ લિસ્ટેડ કરાવી શકે છે તે માટે મંજૂરી આપવામાં આવશે.

PSE માટે નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે, જાહેર ક્ષેત્રની કંપનીઓ વિવિધ ક્ષેત્રમાં તેમની મહત્વની ભૂમિકા જારી રાખશે. સાથેજ નોન- સ્ટ્રેટીક સેક્ટરમાં PSUનું ખાનગીકરણ કરવામાં આવશે. સાથેજ ઓનલાઈન શિક્ષણને પ્રોતસાહન આપવામાં આવ્યું છે ગરીબ બાળકો માટે સ્વયં પ્રભા ડીટીએચ ચેનલથી મદદ કરવામાં આવશે. 3 ચેનલ તેમજ નવી 12 ચેનલ જોડી આગળ વધવામાં આવશે અવે લાઈવ ટેલિકાસ્ટ મારફતે શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવશે. રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં દિક્ષા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે, જે ઈ- કન્ટેન્ટ અને ક્યુઆર કોડેડ માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તકો તમામ ધોરણ માટે ઉપલબ્ધ હશે. ધોરણ 1 થી 12 સુધી એક ટીવી ચેનલ નિર્ધારીત કરવામાં આવશે. જે માટે ડિઝિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાશે. દિવ્યાંગો માટે પણ અલગ પ્રકારના ખાસ અભ્યાસની સામગ્રી તૈયાર કરવામાં આવશે તેમજ ટોચની 100 યુનિવર્સિટીને ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવા માટે મંજૂરી અપાશે.

મનરેગી હેઠળ 40 હજાર કરોડની ફાળવણી કરી રોજગારી સર્જન કરવામાં આવી રહ્યું છે. મનરેગા માટે 61 હજાર કરોડનું બજેટ છે. જાહેર આરોગ્યમાં રોકાણ વધારવામાં આવ્યું છે હેલ્થ ક્ષેત્ર જાહેર ખર્ચમાં વધારો કરાશે. સાથેજ ભવિષ્યમાં કોઈ મહામારી ન ઉદભવે તે માટે દેશમાં આવશ્યક પગલાં ભરવામાં આવશે. રાજ્ય સરકારને પણ મદદ કરવામાં આવી છે જેમાં રાજ્યોને 46 હજાર કરડો આપવામાં આવ્યા છે. 11092 કરોડ એડવાન્સમાં આપવામાં આવ્યા છે. રાજ્યોને જીડીપીના 3 ટકાને બદલે 5 ટકા મર્યાદા કરવામાં આવી છે જે 70 ટકાનો વધારો દર્શાવે છે. આમ છેલ્લા 4 દિવસથી પ્રેસ કોન્ફરન્સમાં MSME, ખેડૂત, ખેતી રિફોર્મ, કોલસા, ખનિજ, ડિફેન્સ, એવિએશન પર ભાર મૂકવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….