આંધ્રપ્રદેશ/ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે માછીમારોના જાળમાં ફસાઈ વિશ્વની સૌથી મોટી માછલી શાર્ક, પછી ….

વ્હેલ શાર્કને વન વિભાગના અધિકારીઓ, માછીમારો અને વન્યજીવ સંરક્ષણવાદીઓ દ્વારા સમુદ્રમાં પાછી ધકેલવામાં આવી હતી.  અને શાર્ક પણ સફળતા પૂર્વક ઊંડા પાણીમાં ગરકાવ થઇ  ગઈ હતી 

Top Stories India
Untitled 54 3 વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે માછીમારોના જાળમાં ફસાઈ વિશ્વની સૌથી મોટી માછલી શાર્ક, પછી ....

કેટલાક સ્થાનિક માછીમારોએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તંતાડી બીચ પર કિનારે માછીમારી કરી રહ્યા હતા. દરમિયાન તેમની જાળમાં વિશાળકાય વ્હેલ શાર્ક ફસાઈ ગઈ હતી.  ફસાયેલી શાર્કને બચાવી લેવામાં આવી હતી. એમ જિલ્લા વન અધિકારી (ડીએફઓ), અનંત શંકરે જણાવ્યું હતું. ડીએફઓએ ઉમેર્યું હતું કે, શાર્કને પાછળથી વન વિભાગના અધિકારીઓ, માછીમારો અને વન્યજીવ સંરક્ષણવાદીઓ દ્વારા સમુદ્રમાં પાછી મોકલવામાં આવી હતી.

“તે વ્હેલ શાર્ક છે, વિશ્વની સૌથી મોટી ભયંકર માછલી  છે,” તેમણે કહ્યું.

“DFO ની સૂચનાઓ અનુસાર વ્હેલ શાર્કને સલામત રીતે પાછી ઊંડા દરિયામાં ધકેલવામાં આવી હતી.  DFO ના માર્ગદર્શન અનુસાર કોઈપણ જાતના ખર્ચ કે મહેનત વિના સરળતાથી આ વ્હેલ ને પાછી દરિયામાં ધકેલવામાં ફફલતા મળી હતી. શારીરિક અને માનસિક બન્નેરીતે DFO એ માછીમાંરોનેપ્રોત્સાહિત અને ગાઈડ કર્યા હતા. વન વિભાગ, માછીમારો અને વન્યપ્રાણી સંરક્ષણવાદીઓ દ્વારા જબરદસ્ત સંકલન અને સહયોગ સાથે, માર્ગદર્શન સાથે પ્રયાસો આદર્યા હતા. આ 2 ટનની માછલી જીવતી સમુદ્રમાં પાછી ધકેલવામાં સફળતા મળી હતી. વ્હેલ શાર્ક સફળતાપૂર્વક સમુદ્રના ઊંડાણોમાં પાછી ફરી હતી.

“શાર્કની તસવીરો હવે માલદીવ વ્હેલ શાર્ક સંશોધન કાર્યક્રમ સાથે ઓળખ માટે શેર કરવામાં આવી રહી છે. આ અમને આ જે આ મહાકાય માછલીની હિલચાલ અને પ્રદેશોમાં વસવાટ વિગેરે બાબતોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે,” તેમણે કહ્યું.

“માછીમારોને સલાહ આપવામાં આવી રહી છે અને આવી પરિસ્થિતિમાં સીધા જ બચાવ અને સલામત મુક્તિ માટે વન વિભાગનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે.  કારણ કે આવી કામગીરીમાં સમય જરૂરી છે. માછીમારોને તેમની માછીમારીની જાળમાં કોઈપણ નુકસાનના કિસ્સામાં વળતર આપવામાં આવશે. જો વ્હેલ શાર્ક તેમની માછીમારીની જાળમાં ફસાઈ જાય તો વ્હેલ શાર્કને મુક્ત કરવા માટે,વિનંતી કરી હતી.