Not Set/ માનવતાના યજ્ઞમાં ભારતીય ક્રિકેટવીરો મોડા કેમ પડે છે ?

બીજી વાત તો એ કે બે વિદેશી ખેલાડીઓએ કોરોના માટેના પીએમ કેર ફંડમાં મોટી રકમનું અનુદાન આપવાનું નક્કી કર્યું ત્યારે ભારતીય ખેલાડીઓ તેમની આ હિલચાલથી સાવ અજામ તો નહિ જ હોય ને ?

Trending Sports
bharuch aag 9 માનવતાના યજ્ઞમાં ભારતીય ક્રિકેટવીરો મોડા કેમ પડે છે ?

બે વિદેશી ખેલાડીઓએ કોરોના માટેના પીએમ કેર ફંડમાં ફાળો આપ્યો પણ કરોડોની કમાણી કરતા ક્રિકેટ ખેલાડીઓ હજી જાગ્યા નથી

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

અખબારોમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો પ્રમાણે અને ટીવી ચેનલો પર આવેલી વિગતો મજબ ઘણી વખત લોકોને જાણવા જેવા સમાચારો મળતા હોય છે. અને ઘણી વખત લોકોને થોડો સંકોચ થાય તેવી વાતો પણ મળતી હોય છે. કોરોના મહામારીમાં કારમા સંકટમાંથી ભારત પસાર થઈ રહ્યું છે. તેવે સમયે આઈપીએલ પ્રેક્ષકો વગર પણ જ્યાં કોરોના આજની તારીખમાં પણ કોરોનાની વધુ અસર વાળા અમદાવાદ મુંબઈ રાજકોટ જેવા શહેરોમાં રમાઈ રહી છે.

himmat thhakar 1 માનવતાના યજ્ઞમાં ભારતીય ક્રિકેટવીરો મોડા કેમ પડે છે ?

તે વાસ્તવિકતા છે. મેદાનમાં પ્રેક્ષકોની હાજરી વગરનીઆ મેચો જાેઈ લોકો પોતાનો સમય પસાર કરે છે. આઈપીએલ લોકો માટે આખો દિવસ સમાચાર જાેઈ બોર તનારા લોકો માટે ‘ચેઈન્જય સમાન પૂરવાર થઈ રહી છે. તે વાત નોંધ્યા વગર ચાલે તેવું નથી હવે આઈપીએલમાં ઘણા વિદેશી ખેલાડીઓ પણ છે અને આઈપીએલની જે ફેન્ચાઈઝીઓ છે તેમાં કોચ તરીકે ઘણા વિદેશી ખેલાડીઓ પણ છે જે પોતાના જમાનામાં નામાંકિત ક્રિકેટરો હતા.

Pat Cummins Becomes No.1 Test Bowler, First Australian Since Glenn McGrath | Cricket News

પરંતુ આપણે વાત એ કરવી છે કે ભારતની કોરોના મહામારીમાં મદદરૂપ બનવા માટે વિદેશી ખેલાડી અને ફાસ્ટ બોલર પેટ કમિન્ટો પીએમ કેર ફંડમાં રૂા.૩૮ લાખ જેટલી રકમ આપી જ્યારે કોચ તરીકે ફરજ બજાવતા અને પોતાના જમાનામાં વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર તરીકે નામના ધરાવતા બ્રેટલીએ પણ આવી જ મોટી રકમ પીએમ કેર ફંડમાં આપી. બે વિદેશી ખેલાડી આ યોગદાનની ક્રિકેટ સ્તરે તો નોંધ લેવી જ છે પણ તેની સાથે અન્ય સ્તરે પણ બરાબર નોંધ લેવામાં આવી છે.

Indian team asks 'How's the Josh' post-historic ODI series win in New Zealand- The New Indian Express

પરંતુ આપણા માટે દુઃખની અને વિદેશીઓ માટે ગૌરવની વાત એ છે કે ભારતના દુઃખમાં ભાગીદાર બનવાની પહેલ વિદેશી ખેલાડીઓએ કરી છે. ભારતીય ખેલાડીઓ કે કોચ વિગેરેએ નહિ જાેકે બુધવાર સાંજ સુધી આઈપીએલ રમતા એક પણ ભારતીય ખેલાડીએ પોતાનું યોગદાન જાહેર કર્યું નથી. કદાચ હવે શરમના માર્યા કોઈ ભારતીય ખેલાડી પોતાનું યોગદાન જાહેર કરે તો પણ તેઓ મોડા પડ્યા છે તેવી નોંધ પણ ચોક્કસ લેવાશે.

IPL 2021 Live Cricket Scores, News, Stats, Schedules, Results, Highlights, Photos, Videos – NDTV Sports

ભારતમાં આઈપીએલની જે ઈલેવન મેદાનમાં ઉતરે છે તેમાં ૭ ખેલાડીઓ ભારતના અને ૪ ખેલાડીઓ વિદેશના હોય છે. આમાના ભારતીય ખેલાડીઓમાં નવા ચહેરાઓને પણ તક મળે છે કરોડો રૂપિયાના કરાર દ્વારા ખેલાડી હોય છે.અમુક ખેલાડીઓ તો એવા છે કે જે આઈપીએલ શરૂ થઈ ત્યારથી રમે છે. સમયાનુસાર તેમની ફી પણ વધે છે. આઈપીએલમાં વિદેશી ખેલાડી ક્રીસ મોરીસ હાલના તબક્કે સૌથી વધુ રકમ ૧૬ કરોડથી વધુ રકમ મેળવનારો ખેલાડી છે. ભારતમાં પણ અડધો ડઝનથી વધુ ખેલાડીઓ એવા છે કે જેઓ પાંચ કરોડથી વધુ રકમ મેળવનારા છે. કેટલાક નવોદિત ખેલાડીઓને પણ દોઢ કરોડની કિંમત મળી છે. કરોડપતિ અને લાખોપતિ બનેલા ખેલાડીઓનું લિસ્ટ ઘણું લાંબુ છે એટલે ઉલ્લેખ કરતા નથી.

BCCI to hire HR, marketing & sales and inventory managers

આઈપીએલએ નવા કે જૂના ખેલાડીઓ માટે મબલખ કમાણી કરાવતું માધ્યમ છે અને ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને પણ કરોડોની કમાણી કરાવી આપતું માધ્યમ છે. ઘણા વિદેશી ખેલાડીઓ એવા છે કે જે પોતાની ઘર આંગણાની ટુર્નામેન્ટો છોડીને ભારતમાં રમવા આવ્યા છે. કારણ કે તેમને એવું લાગે છે કે આઈપીએલમાં તેમની સાચી કિંમત થઈ છે.

BCCI suspends IPL 2020 till 15th April, 2020

આઈપીએલ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ માટે પણ નફો રળાવી આપનારૂ સાધન છે. પ્રેક્ષકો વગર રમાતી આ ટુર્નામેન્ટમાં પણ બીસીસીઆઈને નફોજ થવાનો છે. ખોટનો સવાલ જ નથી.

હવે બીજી વાત કરીએ તો આઈપીએલમાં રમનારા ઘણા ભારતીય ખેલાડીઓ બીસીસીઆઈ સાથે પણ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટથી જાેડાયેલા છે. અમુક ક્રિકેટર ખેલાડીઓનો તો ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી રમે છે અને સાથો સાથ આઈપીએલ પણ રમે છે. અમુક ખેલાડીઓ ભારતીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ ગયા પછી પણ આપીએલમાં પણ રમે છે. આમ ભારતના મોટાભાગના વર્તમાન ક્રિકેટરો બેવડી આવક મેળવે છે.

Top 5 Ads Featuring MS Dhoni- The Captain In Advertising World - Marketing Mind

જ્યારે ભારતના ઘણા ક્રિકેટરો એવા પણ છે કે જાે કેટલીક કંપની સાથો જાહેરાતના કોન્ટ્રાક્ટથી જાેડાયેલા છે અને મબલખ કમાણી કરે છે આ તેમનો ખંડ સમયનો એટલે કે પાર્ટટાઈમ બીઝનેસ કહેવો હોય તો કહી શકાય તેમ છે. આઈપીએલ અને અન્ય ટુર્નામેન્ટોમાં કોમેન્ટરી આપનારા પૂર્વ ખેલાડીઓ પણ સીઝન દીઠ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ટુંકમાં અત્યારે લોકોને મનોરંજન માટે તો રૂપિયાનું ઝાડ પૂરવાર થઈ રહ્યું છે આ વાતની નોંધ તો લેવી જ પડે તેમ છે.

Virat Kohli, Rishabh Pant trolled for TV ad rap

પરંતુ ખાટલે મોટી ખોટ જેવી દુઃખદાયક વાત એ છે કે દેશની આફત વખતે આર્થિક સહયોગ આપવામાં ભારતીય ખેલાડીઓ પાછા પડે છે તેમાંય કોરોના મહામારી વખતે તો ભારતીય ખેલાડીઓ પોતાનો ભારતની પ્રજા પ્રત્યેનો માનવધર્મ ચૂક્યા છે તેમ તો કહેવું જ પડશે કોરોના મહામારીમાં ભારતના અન્ય વર્ગના લોકો પોતાનાથી બનતો સહયોગ આપી રહ્યા છે ત્યારે ભારતના ક્રિકેટરો આમા પાછા કેમ પડે છે ?

બીજી વાત તો એ કે બે વિદેશી ખેલાડીઓએ કોરોના માટેના પીએમ કેર ફંડમાં મોટી રકમનું અનુદાન આપવાનું નક્કી કર્યું ત્યારે ભારતીય ખેલાડીઓ તેમની આ હિલચાલથી સાવ અજામ તો નહિ જ હોય ને ? તેમને ખબર તો હશે જ ને કે વિદેશી ખેલાડીઓ ભારતવાસીઓના દુઃખના ભાગીદાર બન્યા છે ત્યારે મારી શક્તિ મુજબ હું પણ કશું ક આપું પણ આવું કાંઈ બન્યુ નથી તે પણ એક હકિકત છે સાચી વાસ્તવિકતા છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી હવે લોકોના મનમાં પણ એવો સવાલ ઉઠે છે કે માનવતા ભર્યા કામમાં કરોડોની કમાણી કરતા, ભારતીય ક્રિકેટરો મોડા કેમ પડે છે ? અથવા તો સમયસર જાગતા કેમ નથી ? આ પ્રશ્ન સતાવે છે ?