Pakistan Political Crisis Live Updates/ ઈમરાન ખાન અવિશ્વાસના પ્રસ્તાવ પર 174 વોટથી કલીન બોલ્ડ,નવા વડાપ્રધાન શાહબાજ શરીફ બનશે

સંસદમાં મોડી રાત્રે ઈમરાન ખાનની ઓફિસ ખોલવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ઈમરાન ખાન આ પત્ર ગૃહમાં શેર કરી શકે છે.

Top Stories World
1 24 ઈમરાન ખાન અવિશ્વાસના પ્રસ્તાવ પર 174 વોટથી કલીન બોલ્ડ,નવા વડાપ્રધાન શાહબાજ શરીફ બનશે

સંસદમાં આજે રાત્રે 12 વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન શક્ય છે. પાક મીડિયા અનુસાર ઈમરાન ખાન થોડા સમયમાં સંસદ પહોંચશે. સાથે જ એટર્ની જનરલે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવે. સંસદમાં મોડી રાત્રે ઈમરાન ખાનની ઓફિસ ખોલવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ઈમરાન ખાન આ પત્ર ગૃહમાં શેર કરી શકે છે. સંસદની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મધ્યરાત્રિએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખોલવામાં આવ્યો છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી રહ્યા છે. સુનાવણી બપોરે 12.35 કલાકે થશે,આ સમયે અવિશ્વાસની પ્રસ્તાવમાં ઇમરાનની હાર થઇ છે.

ઈમરાન ખાને વડાપ્રધાનની ખુરશી ગુમાવી દીધી છે. સંસદે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટીના સાંસદો ગૃહમાં હાજર ન હતા. ઈમરાન ખાન વિરુદ્ધ 174 વોટ પડ્યા હતા. ઈમરાન ખાનની હાર બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બની શકે છે. વિપક્ષે શાહબાઝ શરીફનો ચહેરો આગળ કર્યો છે.

ઈમરાન ખાન, શાહ મહેમૂદ કુરેશી અને ફવાદ ચૌધરીને ECLમાં મૂકવા માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી

નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સાંસદો સંસદની બહાર આવ્યા હતા.

ઈમરાન ખાનની સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને કહ્યું છે કે પાકિસ્તાન માટે આ દુઃખદ દિવસ છે. લુંટારાઓ આવી ગયા, ભલા માણસને ઘેર મોકલી દીધા.

પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપી દીધું છે. હવે સવાલ એ ઉભો થયો છે કે સ્પીકરના રાજીનામા બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટ કોને મળશે. તમને જણાવી દઈએ કે સ્પીકર પહેલાથી જ મક્કમ હતા કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટ નહીં આપે.