MANTAVYA Vishesh/ 1949 માં કોંગ્રેસે રામ પર રાજનીતિ શરૂ કરી : બાબરી ઈમારતમાં તાળાં વાગ્યા અને ખુલ્યા

મંતવ્ય વિશેષનાં આજનાં એપિસોડમાં આપણે જોઈશું કે ક્યારે બાબરી માળખામાં રામલલ્લાની મૂર્તિઓ પ્રગટ થઈ? કોણે બાબરી ઈમારતમાં તાળાં મરાવ્યાં અને કોણે આ તાળાં ખોલાવ્યા?

Mantavya Exclusive Mantavya Vishesh
બાબરીને તાળાં કોણે માર્યા!

1947માં દેશ આઝાદ તો થયો, પણ અયોધ્યા મંદિર-મસ્જિદના વિવાદથી આઝાદ થઈ શક્યો નહીં. આઝાદીનાં બે જ વર્ષ પછી 1949માં રામમંદિર વિવાદે એક નવો જ વળાંક લઈ લીધો. આ એ સમય હતો, જ્યારે રામમંદિરના વિવાદે પહેલીવાર ખૂલીને રાજનીતિક રૂપ લઈ લીધું. મજેદાર વાત એ છે કે આને પહેલીવાર રાજનીતિક મુદ્દો બનાવનારી પાર્ટી કોંગ્રેસ જ હતી મંતવ્ય વિશેષમાં આ સિરીઝ ‘રામજન્મભૂમિનો ઈતિહાસ’માં અત્યારસુધી આપણે જાણ્યું કે બ્રિટિશરાજ દરમિયાન કેવી રીતે અયોધ્યામાં પૂજા-નમાઝનો વિવાદ શરૂ થયો અને કેવી રીતે પ્રકરણ બ્રિટિશ અદાલતોમાં પહોંચ્યો, પણ ઉકેલ આવ્યો નહીં. આજે ચોથા એપિસોડમાં જાણીશું કે ક્યારે બાબરી માળખામાં રામલલ્લાની મૂર્તિઓ પ્રગટ થઈ? કોણે બાબરી ઈમારતમાં તાળાં મરાવ્યાં અને કોણે આ તાળાં ખોલાવ્યા?.

‘અયોધ્યાઃ ધ ડાર્ક નાઈટ’ પુસ્તક અનુસાર 1947ના અંતમાં અયોધ્યામાં વૈરાગીઓ અને હિન્દુ મહાસભાની એક મોટી સભા થઈ,આ સભામાં બાબરી ઈમારત પર કબજો કરવાની વાત પણ મૂકવામાં આવી હતી.આ સભા બાદથી જ અયોધ્યામાં તણાવ વધવા લાગ્યો. ત્યારબાદ કોંગ્રેસે 1948ની પેટાચૂંટણીમાં આ મંદિરને મુદ્દો બનાવ્યો. યુપીમાં 1948માં 13 સીટો પર પેટાચૂંટણી થવાની હતી, ત્યારે તેમાં સૌથી ચર્ચિત સીટ એ ફૈઝાબાદની હતી. ફૈઝાબાદની સીટ પરથી સમાજવાદી નેતા આચાર્ય નરેન્દ્ર દેવ અને કોંગ્રેસના બાબા રાઘવદાસ આમને-સામને હતા. આચાર્ય નરેન્દ્ર દેવની મજબૂત પકડને જોઈને કોંગ્રેસે પહેલીવાર રામ નામનો સહારો લીધો. ત્યારે બાબા રાઘવદાસે એલાન કર્યું કે તે રામ જન્મભૂમિને વિરોધીઓથી અમે મુક્ત કરાવીશું…આ સમયે એવા પણ મેસેજ આપવાની કોશિશ થઈ કે મંદિરના પ્રકરણને માત્ર કોંગ્રેસ જ ઉકેલી શકે છે.

ચુટણીની પ્રક્રિયા પુર્ણ થઈ અને રામ નામનો મુદ્દો ચાલી ગયો..પેટાચૂંટણીમાં રામ નામનો જાદુ ચાલ્યો અને કોંગ્રેસ 1312 વોટથી જીતી ગઈ…બાબા રાઘવદાસે સંતો સાથે બેઠક કરી અને મંદિર માટે સરકારને પત્ર પણ લખ્યો તેવામાં આ વચ્ચે વકફ ઈન્સપેક્ટર મોહમ્મદ ઈબ્રાહિમે 10 ડિસેમ્બર 1948એ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, હિન્દુ વૈરાગી આ વિસ્તારમાં કબર અને મઝારને સાફ કરીને રામાયણના પાઠ કરી રહ્યા છે અને તે બાબરી મસ્જિદની ઈમારત પર કબજો કરી રહ્યા છે.ત્યારબાદ સિટી મેજિસ્ટ્રેટ ગુરૂદત્ત સિંહે 10 ઓક્ટોબરે એક રિપોર્ટ કલેક્ટરને સોંપ્યો આ રિપોર્ટ માં જણાવ્યું હતું કે બાબરી ઈમારતની બાજુમાં એક નાનકડું મંદિર બનેલું છે 24 નવેમ્બર આવતાં આવતાં હિન્દુ વૈરાગીઓએ બાબરી ઈમારત સામેના એક ભાગને સાફ કર્યો અને ત્યાં જ પૂજા-પાઠ કરવા લાગ્યા, ત્યારબાદ ભીડ વધી તો પ્રશાસને ત્યાં એક પોલીસ ચોકી બનાવી. આમ વિવાદિત પરિસરમાં પોલીસ ચોકી બનાવવી પડી, પરંતું ત્યારબાદ સ્થિતિ બગડવા લાગી હતી. જેની અસર બરાબર 28 દિવસ પછી જોવા મળી.

23 ડિસેમ્બર, 1949 અયોધ્યામાં એક નવા વિવાદે જન્મ લીધો. એક રાત પહેલાં બાબરી માળખાંની અંદર ભગવાન રામની મૂર્તિ મળી આવી.ત્યારે હિન્દુ સંગઠનોએ દાવો કર્યો કે ભગવાન રામ પોતે પ્રગટ થઈને સંદેશો આપી રહ્યા છે કે આ જ તેનું જન્મસ્થાન છે. જો કે મુસ્લિમ પક્ષે આ વાતને ફગાવી દીધી. મુસ્લિમ પક્ષની ફરિયાદ પર નોંધાયેલી એફઆરઆઈમાં અભિરામ દાસ સહિત 50-60 અજ્ઞાત લોકો વિરુદ્ધ આઈપીસીની સેક્શન 147, 448 અને 295 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો. આ ઘટના પછી તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ 26 ડિસેમ્બરે યુપીના તત્કાલિન અધ્યક્ષ ગોવિંદ વલ્લભ પંતને તાર મોકલ્યો. જેમાં નેહરૂએ કહ્યું કે ‘અયોધ્યાની ઘટનાએ મને બહુ વિચલિત કર્યો છે. મને ભરોસો છે કે આ પ્રકરણમાં તમે અંગત રીતે રસ લેશો. જે સ્થિતિ છે, તેનાથી ખતરનાક મિસાલ બનાવાઈ રહી છે, જેનું પરિણામ સારું નહીં હોય!

ત્યારબાદ 29 ડિસેમ્બરે ફૈઝાબાદ કોર્ટના એડિશનલ સિટી મૅજિસ્ટ્રેટ માર્કંડેય સિંહે વિવાદાસ્પદ માળખાંને સીઆરપીસી 1898ની કલમ 145 હેઠળ જપ્ત કરી લીધું. બાદમાં પરિસરના ગેટને તાળું મારી દેવામાં આવ્યું. મૂર્તિની પૂજા અને સંભાળ માટે પ્રિયદત્ત રામને રિસીવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને યુપી સરકારે પણ આ મામલે વિધાનસભામાં એક લીટીનો જવાબ આપ્યો હતો કે આ પ્રકરણ કોર્ટમાં છે અને એના પર કંઈપણ કહેવું યોગ્ય નથી.

જાન્યુઆરી 1950માં ઓલ ઈન્ડિયા રામાયણ મહાસભાના મહાસચિવ ગોપાલ સિંહ વિશારદે ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી. જેમાં રામજન્મભૂમિવાળા સ્થળે પૂજા-અર્ચના કરવાની પરવાનગી માગવામાં આવી હતી. અને ડિસેમ્બરમાં દિગંબર અખાડાના મહંત રામચંદ્ર દાસ પરમહંસે પણ પૂજા માટે અરજી કરી હતી તો ત્રીજો કેસ નિર્મોહી અખાડાએ કર્યો અને પોતાને રામ જન્મસ્થાનના પ્રબંધક ગણાવ્યા. 1961માં સુન્ની વક્ક બૉર્ડે પણ કોર્ટમાં માળખાંની માલિકી માટે દાવો રજૂ કરી દીધો બાદમાં જિલ્લા જજે સુનાવણીને સરળ બનાવવા માટે ચારેય કેસને જોડી દીધા 1977માં જનતા પાર્ટીએ જ્યારે ગઠબંધન સરકાર બનાવી ત્યારે ઘણા મુદ્દાએ વેગ પકડ્યો પરંતુ ત્રણ વર્ષમાં જ સરકાર પડી ગઈ અને ઈન્દિરા ગાંધી એક વખત ફરી સત્તામાં આવ્યાં એ સમયે સંઘ પરિવારે મંદિરની માગ પર હિન્દુઓને એકજૂથ કરવાની રણનીતિ બનાવી એમાં માત્ર અયોધ્યાને જ નહીં, પરંતુ કાશી, મથુરાને પણ સામેલ કરવામાં આવ્યાંબાદમાં 27 જુલાઈ, 1984ના રોજ હિન્દુઓ વતી રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિની રચના કરવામાં આવી, એક મોટરનો રથ બનાવાયો, જેમાં રામ-સીતાની મૂર્તિઓને અંદર કેદ બતાવવામાં આવી. આ રથ 25 સપ્ટેમ્બરે બિહારથી નીકળ્યો અને 8 ઓક્ટોબરે અયોધ્યા પહોંચ્યો.આ સમગ્ર આયોજનનો હેતુ હિન્દુઓને એક કરવાનો હતો તથા ઈમારતનાં તાળાં ખોલાવવા અને મંદિરનું નિર્માણ કરવાનો હતો આ રથ અયોધ્યાથી દિલ્હી પહોંચ્યો અને એ સમયે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. જેના કારણે આગળના કાર્યક્રમો રદ કરવામાં આવ્યો

ઈન્દિરા ગાંધીની હત્યા પછીના વર્ષે સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી એક તરફ રાજીવ ગાંધીની સરકાર બની, જ્યારે બીજી તરફ રામ મંદિરનો મુદ્દો ફરી ગરમાયો તો વિશ્વ હિંદુ પરિષદે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે આગામી શિવરાત્રિ એટલે કે 6 માર્ચ, 1986 સુધી માળખાનું તાળું ન ખોલવામાં આવ્યું તો એને તોડી પાડવામાં આવશે ત્યારે રામમંદિરનો દાવો વધુ મજબૂત કરવા માટે તત્કાલીન યુપી સરકારે પણ જોર લગાવ્યું.

મુખ્યમંત્રી વીર બહાદુર સિંહે 42 એકરમાં રામકથા પાર્ક અને રામ કી પૈડી બનાવવાની વાત કહી ત્યારબાદ 80ના દાયકામાં શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટવાને કારણે રાજીવ ગાંધી પર મુસ્લિમ તૃષ્ટિકરણના આરોપો થઈ રહ્યા હતા. નવો કાયદો ફેબ્રુઆરી 1986માં સંસદમાં રજૂ થવાનો હતો. આ વચ્ચે જાન્યુઆરી 1986માં ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં ગર્ભગૃહનું તાળું ખોલવાની અરજી ફગાવી દેવામાં આવી અરજી કરનાર વકીલ ઉમેશ પાંડેએ ઉપરી કોર્ટમાં અપીલ કરી તો જિલ્લા વહીવટીતંત્રએ ગર્ભગૃહ ખોલવાની સહમતી જાહેર કરી ત્યારે જજ કે.અમ પાંડેયના આદેશથી ગર્ભગૃહનું તાળું ખોલવામાં આવ્યું ચુકાદો કોર્ટનો હતો, પરંતુ માનવામાં આવે છે કે હિંદુઓની નારાજગી દૂર કરવા માટે રાજીવ ગાંધીની સરકારે આ પગલું ભર્યું હતું.

શાહબાનો કેસ પછી સપ્ટેમ્બર 1990માં લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા શરૂ કરીઓક્ટોબર 1990માં ઘણા કારસેવકોને ગોળીઓ મારવામાં આવી અને ત્યાર પછી 1992માં બાબરીનું માળખું તોડી પાડવામાં આવ્યું 6 ડિસેમ્બર 1992ની રાજનીતિ અને દેશ પર શી અસર પડી? 2014માં મોદી સરકાર આવ્યા પછી મંદિરના પ્રકરણે કેવી તેજી પકડી?મંદિરનું ભૂમિપૂજન ક્યારે થયું, આજે કેટલું બની ચૂક્યું છે અને સમગ્ર સ્ટ્રક્ચર ક્યારે તૈયાર થશે? આ તમામ સવાલોના જવાબ મંતવ્ય વિશેષનાં કાલના એપિસોડમાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ