અવળચંડુ ચીન/ ચીનના સૈનિકો ઉત્તરાખંડની બીજી બાજુ 15 દિવસમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે, ચીનના ગામડાઓ વિસ્તરી રહ્યા છે

મે 2020માં ભારત અને ચીન વચ્ચેનો મુકાબલો શરૂ થયો હતો, જો કે તે પછી સંબંધો સામાન્ય કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. એક અહેવાલ અનુસાર, ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની બીજી બાજુના ગામડાઓનો ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ચીને અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીના લદ્દાખમાં ઘૂસણખોરી કરી હતી ત્યાર બાદ હવે ચીનના […]

Trending Mantavya Vishesh
china continues to expand its network in the village just opposite to lac ચીનના સૈનિકો ઉત્તરાખંડની બીજી બાજુ 15 દિવસમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે, ચીનના ગામડાઓ વિસ્તરી રહ્યા છે

મે 2020માં ભારત અને ચીન વચ્ચેનો મુકાબલો શરૂ થયો હતો, જો કે તે પછી સંબંધો સામાન્ય કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. એક અહેવાલ અનુસાર, ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની બીજી બાજુના ગામડાઓનો ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

ચીને અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીના લદ્દાખમાં ઘૂસણખોરી કરી હતી ત્યાર બાદ હવે ચીનના સૈનિકો ઉત્તરાખંડમાં જોવા મળતા ભારત ચિંતામાં મૂકાયું છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચીનના સૈનિકો જમીન પર પણ ઘૂસી ગયા હતા,અને તેના વિમાનો પણ આપણી હવાઈ સરહદમાં ઘૂસી ગયા હતા. ચીનના સૈનિકો ડિમિલિટરાઈઝ્ડ ઝોનમાં ઘુસી ગયા હતા તેમજ તેના હેલિકોપ્ટરો ભારતીય હવાઈ સરહદમાં પાંચ મિનિટથી વધુ સમય સુધી ઊડાન ભરતા રહ્યા હતા. આ ઘટના ૧૯ જુલાઈએ બારાહોતી વિસ્તારમાં બની હતી, જે જોશીમઠની નજીક આવેલો વિસ્તાર છે.

ચીન તરફથી વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ ક્યારેય સામાન્ય રહેશે, તેની આશા હવે ઘણી ઓછી છે. ચીન એલએસીની બીજી બાજુ મોડલ ગામોના વિસ્તરણમાં વ્યસ્ત છે. જેને ચીનની ભાષામાં શિયાઓકાંગ કહેવામાં આવે છે,એટલે કે તે ગામો જે ખૂબ જ સમૃદ્ધ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતે આ ઘટનાક્રમને ચિંતાજનક ગણાવી છે. સૂત્રોનું માનીએ તો કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.ચીન ઉત્તરાખંડમાં બારાહોતીની સામે ઝડપથી ગામડાઓ બનાવી રહ્યું છે. આ તે જગ્યા છે જ્યાં ચીનની સેનાએ  ભારત સાથે અથડામણ કરી છે. તે બહુમાળી બ્લોકમાં 300-400 મકાનો બનાવી રહ્યો છે. સૂત્રોમુજબ પીપલ્સ લિબરેશન આર્મીએ  15 દિવસ અથવા તેનાથી ઓછા સમયમાં પેટ્રોલિંગ જોવામાં આવ્યું છે. જ્યારે અગાઉ પેટ્રોલિંગ સિઝનમાં માત્ર એક જ વાર થતું હતું અને તે પણ લગભગ ત્રણ થી ચાર મહિનામાં.ગામની સાથે અહીં એક સૈન્ય સંકુલ પણ દેખાય છે. કુનામાં અરુણાચલ પ્રદેશના કેમંડ પ્રદેશની બરાબર સામે બે નવા ગામો આવ્યા છે. આ ગામોમાં 41 રહેણાંક એકમો, ગ્રીનહાઉસ અને સોલાર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. મેનબા વંશીય સમુદાયના લગભગ 200 લોકો અહીં સ્થાયી થયા છે.આ સંકુલ સીસીટીવી અને વોચ ટાવરથી ઘેરાયેલું છે.જે ખુબજ ખતરનાક લાગી રહ્યું છે.

15-16 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં એલએસી પર થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતનો દાવો છે કે ચીની સૈનિકોને પણ નુકસાન થયું છે, પરંતુ ચીન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ચીને પોતાની સેનાને કોઈ પણ નુકસાન થયાની વાત માની નથી. ત્યારબાદ બંને દેશો વચ્ચે પહેલાં કરતાં વધુ તણાવ થયો છે. બંને દેશો એકબીજા પર પોતાના વિસ્તારના અતિક્રમણનો આરોપ લગાવે છે. કહેવાય છે કે, ગલવાન ઘાટીમાં ભારત-ચીન લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર બંને સેનાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં હથિયાર તરીકે લોખંડના સળિયાનો ઉપયોગ થયો છે, જેના પર ખીલીઓ લાગેલી હતી. ભારત-ચીન સીમા પર મોજૂદ ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને એ તસવીર મોકલી છે અને કહ્યું કે આ હથિયારથી ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. ભારત-ચીન સીમા પર વિવાદની શરૂઆત એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં થઈ હતી, જ્યારે લદ્દાખ બૉર્ડર એટલે કે લાઇન ઑફ એક્ચ્યુલ કંટ્રોલ પર ચીન તરફથી સૈનિક ટુકડીઓ અને ભારે ટ્રકોની સંખ્યામાં વધારો થયો હતો, આવું રક્ષા વિશેષજ્ઞ જણાવે છે.

બાદમાં મે મહિનામાં સીમા પર ચીની સૈનિકોની ગતિવિધિઓ રિપોર્ટ કરાઈ હતી. ચીની સૈનિકો લદ્દાખમાં સીમાનું નિર્ધારણ કરનારા તળાવમાં પણ પેટ્રોલિંગ કરતાં દેખાયા હોવાની વાત સામે આવી હતી. વર્ષ 2018-19ની વાર્ષિક રિપોર્ટમાં ભારત સરકારના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે સરકારે ભારત-ચીન સીમા પર 3812 કિલોમીટરનો વિસ્તાર રોડનિર્માણ માટે રેખાંકિત કર્યો છે. તેમાં 3418 કિલોમીટરનો એક રોડ બનાવવાનું કામ બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન એટલે કે બીઆરઓને આપવામાં આવ્યું છે. તેમાંની મોટા ભાગની પરિયોજનાઓ પૂરી થઈ ગઈ છે. ભારત-ચીન સીમાવિવાદના જાણકારોનું માનવું છે કે આ નિર્માણકાર્ય બંને દેશ વચ્ચેના વિવાદનું અસલી કારણ છે, પરંતુ તેઓ એ પણ માને છે કે આ એકમાત્ર કારણ નથી. કેટલાક જાણકારો ભારત-ચીન સીમાવિવાદને ઘણી પરિસ્થિતિઓ સાથે જોડીને જુએ છે. ભારતમાં જાણકારોના મંતવ્ય પ્રમાણે તેને ગત વર્ષે ઑગસ્ટમાં ભારત સરકાર દ્વારા કલમ 370ને દૂર કરવી, ભારતની વિદેશનીતિમાં છેલ્લા દિવસોમાં થયેલા ફેરફારો, ચીનની આંતરિક રાજનીતિ અને કોરોના સમયમાં વિશ્વની રાજનીતિમાં પોતાને જાળવી રાખવાના ચીનના પ્રયાસોને પણ જોડીને જોવું જોઈએ.

45 વર્ષ બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ આટલો હિંસક થયો છે, જેમાં ભારતના 20 સૈનિકોના જીવ ગયા છે. ચીની સૈનિકોના ઘાયલ થવાનો કોઈ સત્તાવાર આંકડો નથી. આ અગાઉ 1975માં ભારતીય સેનાની પેટ્રોલિંગ ટીમ પર અરુણાચલ પ્રદેશમાં એલએસી પર ચીની સેનાએ હુમલો કર્યો હતો. તેમાં પણ ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. દરમિયાન બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે ઘણી મુલાકાતો થઈ. તેનાથી એવું લાગ્યું કે વેપારની સાથેસાથે સીમા પર બધું યોગ્ય ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી જ્યારથી ભારતના વડા પ્રધાન બન્યા ત્યારથી ચીનના રાષ્ટ્રપતિ સાથે છેલ્લાં છ વર્ષમાં 18 વાર મુલાકાત થઈ છે. જોકે આ હિંસક ઘર્ષણ બાદ બંને દેશ વચ્ચે તણાવ વધતો જોઈ શકાય છે. ચીન અને ભારતની સેના વચ્ચેના ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાનનાં મૃત્યુ થયાં છે. આ બધા 16 બિહાર રેજિમેન્ટના જવાન હતા. પહેલાં ત્રણ જવાનનાં મૃત્યુના સમાચાર આવ્યા હતા, પણ પછી ભારતીય સેનાએ જાતે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે 17 અન્ય જવાનો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા અને તેમનું મૃત્યુ થયું છે.

ભારતીય સેનાના સૂત્રો અનુસાર, 18 સૈનિકોની લેહની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, બાકી 58 સામાન્ય ઈજા થઈ છે. તેમાં કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી. 17 જૂને આ જ સવાલ ચીની વિદેશ મંત્રાલયની પત્રકારપરિષદમાં સમાચાર એજન્સી પીટીઆઈએ પૂછ્યો કે ભારતીય મીડિયામાં ચીની સૈનિકો ઈજાગ્રસ્ત થયાની વાત કહેવાઈ રહી છે, શું તમે તેની પુષ્ટિ કરો છો? આ સવાલના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું, “મેં કહ્યું એ રીતે બંને દેશના સૈનિકો ગ્રાઉન્ડ લેવલે ખાસ મુદ્દાઓને ઉકેલવાની કોશિશ કરી રહ્યા છે. મારી પાસે એવી કોઈ જાણકારી નથી, જેને અહીં રજૂ કરું. મારું માનવું છે અને તમે પણ જોયું હશે કે જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી બંને પક્ષ વાતચીતના માધ્યમથી વિવાદને ઉકેલવાના પ્રયાસો કરી રહ્યા છે, જેથી સરહદ પર શાંતિ જળવાઈ રહે.” ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું, “સીમા પર તહેનાત બધા જવાનો હથિયાર લઈને ચાલે છે. ખાસ કરીને પોસ્ટ છોડતી વખતે પણ તેમની પાસે હથિયાર હોય છે. 15 જૂને ગલવાનમાં તહેનાત જવાનો પાસે પણ હથિયાર હતાં, પરંતુ 1996 અને 2005ની ભારત-ચીનની સંધિને કારણે લાંબા સમયથી આ પ્રૅક્ટિસ ચાલી રહી છે કે ફેસ-ઑફ દરમિયાન જવાન ફાયરઆર્મ્સ (બંદૂક)નો ઉપયોગ નથી કરતા.”

ગલવાન ઘાટી વિવાદિત ક્ષેત્ર અક્સાઈ ચીનમાં છે. ગલવાન ઘાટી લદ્દાખ અને અક્સાઈ ચીન વચ્ચે ભારત-ચીન સીમા પાસે આવેલી છે. અહીં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) અક્સાઈ ચીનને ભારતથી અલગ કરે છે. અક્સાઈ ચીન પર ભારત અને ચીન બંને પોતપોતાનો દાવો કરે છે. આ ઘાટી ચીનના દક્ષિણ શિનજિયાંગ અને ભારતના લદ્દાખ સુધી ફેલાયેલી છે. આ ક્ષેત્ર ભારત માટે સામરિક રીતે બહુ મહત્ત્વનું છે, કેમ કે પાકિસ્તાન, ચીનના શિનજિયાંગ અને લદ્દાખની સીમા સાથે જોડાયેલું છે. 1962ના યુદ્ધમાં પણ ગલવાન નદીનું આ ક્ષેત્ર જંગનો મુખ્ય કેન્દ્રસ્થાન રહ્યું હતું. આ ઘાટીના બંને તરફના પહાડો રણનીતિ રૂપે સેનાને ફાયદો કરાવે છે. અહીં જૂનની ગરમીમાં પણ તાપમાન શૂન્ય ડિગ્રીથી ઓછું રહે છે.

ઇતિહાસકારોનું માનીએ તો આ સ્થળનું નામ એક સાધારણ લદ્દાખી વ્યક્તિ ગુલામ રસૂલ ગલવાનના નામ પરથી પડ્યું. ગુલામ રસૂલે જ આ સ્થળની શોધ કરી હતી. ભારત તરફથી એ દાવો કરવામાં આવે છે કે ગલવાન ઘાટીમાં પોતાના વિસ્તારમાં ભારત રસ્તો બનાવી રહ્યું છે, જેને રોકવા માટે ચીને આ હરકત કરી છે. દારબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી રોડ ભારતને આ આખા વિસ્તારમાં મોટો ફાયદો કરાવશે. આ રોડ કારાકોરમ પાસે તહેનાત જવાનોને સપ્લાય પહોંચાડવામાં મહત્ત્વનો છે.