Ahmedabad/ અમદાવાદમાં પીવાના પાણીમાં પોરા આવતા લોકો ત્રાહિમામ

અમદાવાદ ખાતે આવેલ અદાણી શાંતિગ્રામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 93 અમદાવાદમાં પીવાના પાણીમાં પોરા આવતા લોકો ત્રાહિમામ
  • અમદાવાદ:પીવાના પાણીમાંથી નીકળ્યા પોરા
  • અદાણી શાંતિગ્રામની સોસાયટીના પાણીમાં જીવાત
  • પાણીમાં જીવાત આવતી હોવાનો સ્થાનિકોની ફરિયાદ
  • શાંતિગ્રામમાં વિવિધ એપાર્ટમેન્ટમાં રહે છે લાખો લોકો
  • ખરાબ પાણીથી પાણીજન્ય રોગચાળો થવાનો ભય

Ahmedabad News: અમદાવાદ ખાતે આવેલ અદાણી શાંતિગ્રામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. કારણ કે, નગર પાલિકાની બેદરકારીના કારણે અહીં દુષિત પાણી નહિ પરંતુ પાણીમાં જીવતા પોરા આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પીવાનું પાણી દુષિત આવતા લોકોમાં પાણીજન્ય બીમારીનો ભય ફેલાયો છે.

જણાવી દઈએ કે, શહેરમાં આવેલ અદાણી શાંતિગ્રામની સોસાયટીના લોકોનું કહેવું છે કે ઘણા સમયથી અહિયાં પાણીમાં જીવાત અને પોરા નીકળી રહ્યા છે. જણાવી દઈએ કે, શાંતિગ્રામમાં વિવિધ એપાર્ટમેન્ટમાં હજારો લોકો રહે છે.

કોલેરા, કમળો, ટાઈફોઈડ, ઝાડા-ઊલટી જેવા પાણીજન્ય રોગો દૂષિત પાણી અથવા વાસી ખોરાક ખાવાથી અને ગંદકીથી થાય છે. ગમે તે પાણી પીવાના ઉપયોગમાં લેવું નહીં દૂધ તથા પાણી ઉકાળીને પીવું અને પાણી કલોરીનની ટીકડી વડે જંતુમુકત કરીને પીવું. વીસ લિટરના માટલામાં એક ટીકડી વાટીને દ્રાવણ બનાવીને નાંખી નીતયું પાણી લેવું. કલોરીનની સુગંધ દૂર કરવા પાણી ઉકાળી નાંખવું, તાજો ગરમ ખોરાક જ ખાવો, વાસી ખોરાક ન ખાવો, સડેલા ફળો કે શાકભાજી ન ખાવા. કોલેરા, ઝાડા-ઊલટી જણાય તો તરત જ ઓ.આર.એસ.નું દ્રાવણ આપવું. અને ઓ.આર.એસ.નું દ્રાવણ ઉપલબ્ધ ન હોય તો ખાંડ-મીઠાનું સરબત ત્વરીત આપવું. વધારે ઝાડા-ઊલટી કે તાવ હોય તો નજીકના કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે તો હદ થઇ! અમદાવાદમાં ફરી એકવાર જમવામાં નીકળ્યો વંદો

આ પણ વાંચો: મચ્છર શોધવાનો નવો કિમીયો, પ્રથમ વખત ડ્રોનથી શોધાશે મચ્છરો

આ પણ વાંચો: સુરતમાં IRCTCની વેબસાઇટ હેક કરી ટિકિટ બૂક કરવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો:  NEET કૌભાંડ: ગોધરા કોર્ટમાં CBIએ 4 આરોપીઓને રજૂ કર્યા