Amreli News/ અમરેલીમાં સિંહણે બાળકીને ફાડી ખાતા વન વિભાગે પાંજરે પૂરી

અમરેલી જીલ્લામાં સામાન્ય રીતે વન્યપ્રાણી સિંહના આંટાફેરા જોવા મળતા હોય છે

Top Stories Gujarat Breaking News
Image 2024 11 05T080916.886 અમરેલીમાં સિંહણે બાળકીને ફાડી ખાતા વન વિભાગે પાંજરે પૂરી

Amreli News:  અમરેલીમાં (Amreli) કંથારિયા પંથકમાં ગઈકાલે સિંહણે (Lioness) 7 વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. વનવિભાગે ઘટનાને લઈ સિંહણને પાંજરે પૂરવા તપાસ હાથ ધરી હતી. વનવિભાગની ટીમ ખડે પગે રહી વહેલી સવારે સિંહણને પાંજરે પૂરી મેગા ઓપરેશન પાર પાડ્યું હતું.

xYQkJAjn Screenshot 2024 11 04 220059 1 768x432 1 અમરેલીમાં સિંહણે બાળકીને ફાડી ખાતા વન વિભાગે પાંજરે પૂરી

અમરેલી જીલ્લામાં સામાન્ય રીતે વન્યપ્રાણી સિંહના આંટાફેરા જોવા મળતા હોય છે ત્યારે જાફરાબાદ તાલુકામાં આવેલા કંથારિયા પંથકમાં સિંહણે 7 વર્ષની બાળાને પકડી જંગલમાં લઈ ગઈ હતી. પરિવારજનોએ છોકરીને શોધવા વન વિભાગ, સ્થાનિકોની મદદ લીધી હતી. જોકે, તપાસ કરતા બાળકીના પગ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

સિંહણના આતંકને ડામવા પિંજરે પૂરવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વનવિભાગે આખી રાત સિિંહણની શોધખોળ કરી વહેલી સવારે સિંહણને ટ્રાન્કયૂ લાઈઝ કરી પકડી લેવાઇ હતી. સિંહણને પાંજરે પૂરી એનિમલ કેરસેન્ટરમાં ખસેડાવામાં આવી છે. DCF જયન પટેલ સહિત ડોકટરોની ટીમોએ સિંહણને પકડવા આખી રાત કામગીરી કરી હતી.

અમરેલી જિલ્લામાં 15 દિવસમાં સિંહણના હુમલાની બીજી ઘટનાથી લોકો ગભરાઈ ગયા છે. અહીં જાફરાબાદના ખાલસા કંથારિયા ગામમાં એક સિંહણ 7 વર્ષની બાળકીને ઉપાડી ગઈ હતી. ઘટના બાદ 4 કલાકની મહેનત બાદ આખરે સિંહણને પાંજરામાં કેદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 15 દિવસ પહેલા જાફરાબાદના જીકાદરી ગામમાં સિંહણ દ્વારા 5 વર્ષના બાળકનું મોત થયું હતું.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 11 05T171228.259 અમરેલીમાં સિંહણે બાળકીને ફાડી ખાતા વન વિભાગે પાંજરે પૂરી

હવે તાજા હુમલા બાદ વન વિભાગ અને ગ્રામજનોએ 7 વર્ષની બાળકી કીર્તિને શોધવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેના શરીરના કેટલાક ભાગો મળી આવ્યા હતા.

ડીસીએફ જયન પટેલે જણાવ્યું કે ગ્રામજનોએ અમને જાણ કરતાં જ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સિંહણ માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 4 કલાકની મહેનત બાદ સિંહણને શાંત પાડીને પકડી લેવામાં આવી હતી. સિંહણ શિકાર કર્યા પછી ગીચ ઝાડીઓમાં છુપાઈ ગઈ હતી, જેના કારણે તેને શાંત કરવામાં સમય લાગ્યો હતો. 3 પશુ ચિકિત્સકોની ટીમની મદદથી આખરે તેને પકડવામાં આવ્યો હતો. શું સિંહણ માનવભક્ષી બની છે? તેના પર તેણે કહ્યું કે હવે અમે તમામ સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી દીધા છે, ત્યારબાદ જ કંઈક સ્પષ્ટ કહી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઅમરેલીના જાફરાબાદમાં પાંચ વર્ષના બાળકને સિંહણ ઉઠાવી ગઈ

આ પણ વાંચોઃવાઇલ્ડલાઇફ પાર્કમાં રક્ષક પર જ સિંહનો હુમલો, 35 વર્ષીય કેરટેકરનું એક ભૂલના કારણે થયું મોત

આ પણ વાંચોઃએશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો મહત્વનો નિર્ણય