નવી દિલ્હીમાં ઈન્ડીગો વિમાનના પાયલટ સાથે ગેરવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ફ્લાઈટ ઉપડવામાં 13 કલાક જેટલું મોડુ થતા નારાજ થયેલા પ્રવાસીએ પાયલટને મારઝૂડ કરી હતી. મારઝૂડનો આ વિડીયો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. ન્યુઝ એજન્સી અનુસાર આ બનાવ 14 જાન્યુઆરીએ રવિવારે બન્યો હતો.
ફલાઈટનો પાયલટ વિમાન મોડુ થવા બાબતે માહિતી આપી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં એક પ્રવાસીનો પિત્તો ગયો હતો અને તે પાયલટ સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો. ઉપરાંત પાયલટને મારઝૂડ પણ કરી હતી. પોલીસનું કહેવું છે કે આ અંગે ફરિયાદ મલી છે અને આ અંગે તેઓ કાર્યવાહી કરશે.
બનાવની વિગત મુજબ આરોપી પ્રવાસી તેની સીટ પરથી ઉભા થઈને પાયલટ પાસે પહોંચીને તેને તમાચો મારી દીધો હતો. જો ફલાઈટ ઉપાડતો નથી તો દરવાજો ખોલી દે એમ તેણે ગુસ્સામાં કહ્યું હતું. પ્રવાસીની આ હરકતને પગલે એર હોસ્ટેસે તેને સર આ તમે ખોટુ કરો છો, એમ કહ્યું હતું.
સોશિયલ મિડીયા પર આ વિડીયો વાયરલ થયા બાદ પ્લેટફોર્મ એક્સ પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સે આ પ્રવાસીને નો ફ્લાય લિસ્ટમાં મુકી દેવા કહ્યું હતું. વધુમાં તેણે લખ્યું છે કે પાયલટ કે કેબિનના ક્રુ મેમ્બરને ફ્લાઈટ મોડી ઉપડવા સાથે શું લેવાદેવા ? એ તો પોતાનું કામ કરતા હતા. આ પ્રવાસીનો ફોટો પબ્લિશ કરો જેથી લોકોને સાર્વજનિક રૂપે તેના આ ખરાબ સ્વભાવનો અંદાજ આવે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ લખ્યું હતું કે સોશિયલ મિડીયા આ નારાજ યાત્રિઓની ફરિયાદોથી ભરેલું છે. જે કલાકો સુધી વિમાનો, એરપોર્ટ અને એરોબ્રિજની અંદર ફસાયેલા છે. અતિશય મોડુ થવું, કસ્ટમર સર્વિસ અને એરલાઈન્સની ગેર જવાબદારી યાત્રિઓને પરેશાન કરી રહી છે. તેઓ ફક્ત નિસહાય થઈને @DGCAINDIA અને ઉડ્ડયન મંત્રીને ટેગ કરી રહ્યા છે. પરંતુ મંત્રી, મંત્રાલય અને મિડીયાએ મોઠા સીવી લીધા છે. જો કંગ્રેસ સરકારમાં હોત તો આ સ્થિતીમાં 24 કલાક નોનસ્ટોપ મિડીયા કવગેત થતું હોત.
ઉડ્ડયનમાં ફ્લાઈટ્સ ડ્યુટી ટાઈમ લિમીટેશન્સ નો નિયમ લાગુ પડે છે. એટલેકે એક નક્કી કરેલા સમય બાદ પાયલટોને ફ્લાઈટ ઉપાડવાની મંજુરી હોતી નથી.
મિડીયા રિપોર્ટ મુજબ પાયલટની અદલાબદલીને કારણે ઈન્ડીગો ફ્લાઈટ ઉપડવામાં કલાકો સુધી મોડુ થયું હતું. દિલ્હી એરપોર્ટથી 15 જાન્યુઆરીએ 110 ફ્લાઈટો ઉપડવામાં મોડુ થયું હતું. જ્યારે 79 ફ્લાઈટ રદ્ કરવામાં આવી હતી. જેને કારણે ફ્લાઈટ મોડી ઉપડવાનો એવરેજ સમય 50 મિનીટ સુધી પહોંચી ગયો છે. 14 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ પર આવતી અને જતી અનેક ફ્લાઈટો ઉપડવામાં મોડુ થયું હતું. તેનું કારણ ઉત્તરભારતમાં ખરાબ હવામાન હોવાનું જણાવાયું છે. ઈન્ડીગો. સ્પાઈસ જેટ અને નિસ્ટારા જેવી પ્રમુખ એરલાઈન્સોએ પણ દિલ્હી અને કોલકાતામાં હાલના ખરાબ હવામાનને કારણે ફ્લાઈટો પ્રભાવિત થઈ રહી છે.
એર ઈન્ડીયાએ અમૃતસર-દિલ્હી ફલાઈટ રદ્દ કરી હતી જેને કારણે એરપોર્ટ પર પ્રવાસીઓએ હંગામો કર્યો હતો. તેમણે બળાપો કાઢ્યો હતો કે આ અંગે માહિતી પણ આપવામાં આવી ન હતી. ઉપરાંત કનેક્ટેડ ફ્લાઈટ પણ છુટી ગઈ હતી.
@નિકુંજ પટેલ
આ પણ વાંચો:Indian Army Day/ભારતીય સેના દિવસ મનાવવા પાછળનું કારણ શું છે, જાણો 15 જાન્યુઆરીનું મહત્વ
આ પણ વાંચો:ram mandir/રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર ગર્ભગૃહ, રામ મંદિરની નવી તસવીરો આવી સામે
આ પણ વાંચો:second ‘Bharat Jodo Nyaya Yatra’/રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ, કોંગ્રેસના નેતાઓ નાગાલેન્ડમાં રાત્રી રોકાણ કરશે
