Not Set/ દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત : ચોથે દિવસે સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર

દેશમાં કોરોના વાયરસના કેસ 91 લાખને વટાવી ગયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,059 નવા કેસ નોંધાયા છે. જે બાદ સંક્રમણગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 91,39,865 થઈ છે.

India Breaking News
db 6 દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત : ચોથે દિવસે સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર

દેશમાં કોરોના વાયરસના કેસ 91 લાખને વટાવી ગયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,059 નવા કેસ નોંધાયા છે. જે બાદ સંક્રમણગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 91,39,865 થઈ છે. પાટનગર દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

કોવિડ -19 એ દિલ્હીમાં સતત ચોથા દિવસે 100 થી વધુ લોકોના જીવ લીધા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 121 લોકોનાં મોત થયાં છે જ્યારે 4,454 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 7216 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં હાલમાં 91.42% નો રિકવરી રેટ છે જ્યારે સક્રિય દર્દીઓ 9.98% છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 11.94% પર પહોંચી ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….