ગેંગરેપ/ ધોળકામાં 15 વર્ષની સગીરા પર 8 નરાધમોએ આચર્યુ દુષ્કર્મ

ધોળકા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ ની ફરિયાદ નોંધાઇ છે. 15 વર્ષની સગીરા પર 8 શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે

Top Stories Gujarat
3 23 ધોળકામાં 15 વર્ષની સગીરા પર 8 નરાધમોએ આચર્યુ દુષ્કર્મ
  • ધોળકામાં સગીરા સાથે ગેંગ રેપની ઘટના
  • 15 વર્ષની સગીરા સાથે 8 નરાધમોએ આચર્યું દુષ્કર્મ
  • સગીરાના સારવાર અર્થે સોલા સિવિલ ખસેડાઇ
  • ધોળકા પોલીસના અધિકારીઓ નથી આપતા કોઇ વિગતો
  • મીડિયા કર્મીઓને અધિકારીઓ નથી આપતા માહિતી

ધોળકામાં 15 વર્ષની સગીરા પર 8 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે, પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઇ તેમને મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા છે. સગીરાને વધુ તપાસ માટે અમદાવાદ સોલા સિવિલમાં દાખલ કરવામાં આવી છે. બનાવને લઇ પંથકમાં ચકચાર મચવા સાથે આરોપીઓને કડક સજા થાય તેવી માગ પણ ઉઠવા પામી છે. ધોળકા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ ની ફરિયાદ નોંધાઇ છે. 15 વર્ષની સગીરા પર 8 શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે.

તમામ આરોપીઓને પોલીસે પકડી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. તેમજ આ આરોપીઓની મેડિકલ તપાસ ધોળકામાં આવેલા પીએચસી સેન્ટરમાં કરવામાં આવી હતી અને સગીરાને વધુ તપાસ અર્થે અમદાવાદ સોલા સિવિલ માટે લઈ જવામાં આવી છે. ધોળકા પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમને સાથે રાખીને ઘટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે.