આદિવાસીઓના વિરોધ સામે સરકાર ઝૂકી/ ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી,ટૂંકમાં સત્તાવાર જાહેરાત

તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના  સ્થિગત કરવામાં આવી છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે

Top Stories Gujarat
13 19 ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી,ટૂંકમાં સત્તાવાર જાહેરાત

ગુજરાતના આદિવાસીઓના વિરોધ સામે સરકાર ઝૂકી
ગુજરાત માટે તાપી-પાર રિવરલિંક પ્રોજેક્ટ સ્થગિત
ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે
કેન્દ્ર સરકાર સાથે આદિવાસી MLA-MP ની બેઠક
કેન્દ્રએ ગુજરાત માટે સ્થગિત કરી યોજના

આદિવાસીઓના  ભારે વિરોધના કારણે આખરે તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના  સ્થિગત કરવામાં આવી છે.  આ અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે . કેન્દ્ર સરકાર સાથે આજે સ્થાનિક આદિવાસી વિસ્તારમાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક આદિવાસી નેતાઓ, ધારાસભ્યો- સાંસદો સહિત કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન થતા કેન્દ્રીય પાણી પુરવઠા મંત્રી ગજેન્દ્ર શેખાવત સાથે બેઠકમાં આ યોજનાના કારણે ગુજરાતના આદિવાસીઓની સ્થિતિ વિશે કેન્દ્રને અવગત કરાયા હતા.