Jamnagar News/ જામનગરમાં યુવકનું વીજપોલના આંચકાથી નિપજ્યું કમકમાટીભર્યુ મોત

જે દરમિયાન અચાનક તેને ટીસીમાંથી વીજ આંચકો લાગ્યો હતો,

Top Stories Gujarat Others

Jamnagar News: જામનગરના (Jamnagar) એક ખેડૂત યુવાનને વીજ પોલ પર પર ચડીને ટ્રાન્સફોર્મરમાં લાઈટ ચેક કરતી વેળાએ એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને તેનું મૃત્યુ નિપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિલીપભાઈ અમરશીભાઈ કગથરા નામના 45 વર્ષના ખેડૂત યુવાન ગઈકાલે બપોરે આશરે 2.30 વાગ્યાના અરસામાં પોતાની વાડી પાસે આવેલા ટ્રાન્સફોર્મર ઉપર ચડીને લાઈટ ચેક કરવા જઈ રહ્યા હતા.

જે દરમિયાન અચાનક તેને ટીસીમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા હતા. ત્યારબાદ તેને તાત્કાલિક અસરથી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાક્ષ ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના સંબંધી ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ કગથરાએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.સોઢીયા બનાવના સ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ શરૂ કરી છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:પેરુમાં ફૂટબોલ મેચમાં વીજળી ત્રાટકતા ખેલાડીનું મોત

આ પણ વાંચો:વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત