અકસ્માત/ રાજસ્થાનના જોધપુરમાં ઓડી કારે 9 લોકોને કચડી નાંખ્યા 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત 9 ગંભીર

ઓડીએ પહેલા એઈમ્સ રોડ રોડ પર વાહનોને ટક્કર મારી અને પછી બાજુની ઝૂંપડપટ્ટીમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,

Top Stories India

મંગળવારે રાજસ્થાનના સૂર્યનગરી જોધપુરમાં AIIMS રોડ પર એક ઝડપભેર ઓડી કારે તબાહી મચાવી હતી.ઓવર સ્પીડમાં આવતી ઓડીએ પહેલા એઈમ્સ રોડ રોડ પર વાહનોને ટક્કર મારી હતી અને બાદમાં બાજુની ઝૂંપડપટ્ટીમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, લગભગ 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે આ ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે.

તમામ ઘાયલોને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ પોલીસે ઓડી કાર સાથે ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 11 વાગે એક સ્પીડમાં આવતી ઓડી કાર બેકાબૂ થઈને રોડની બાજુની ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન કારે ઝૂંપડપટ્ટીમાં બેઠેલા લોકો તેમજ ચાલકોને અડફેટે લીધા હતા.

જોધપુર  પહોંચેલા સીએમ અશોક ગેહલોત પણ અકસ્માતની જાણકારી મળતા જ ઘાયલોને મળવા એઈમ્સ પહોંચ્યા હતા. અહીં સીએમ ગેહલોત ઘાયલો અને તેમના પરિવારોને મળ્યા હતા. તેમણે પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માત અંગે પણ પૂછપરછ કરી હતી.