Not Set/ જુહાપુરામાં એક તરફ ખૂની ખેલ ખેલાયો તો બીજી તરફ થઈ 13 મોબાઇલની ચોરી

જુહાપુરા વિસ્તારમાં ગઈ કાલે બે જુદી જુદી ઘટના બની હતી.

Ahmedabad Gujarat

મેટ્રોસિટી અમદાવાદ હવે જાણે ક્રિમિનલ સીટી બનતી જઈ રહી હોય તેમ તેના ગુનાખોરીના  ગ્રાફમાં વધારો થતો જઈ રહ્યો છે. પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાતી ફરિયાદોમાં ઘરખમ વધારો થઇ રહ્યો છે. જેના કારણે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે શહેરમાં જે હદે ગુંડાઓનો આંતક વધતો જઈ રહ્યો છે ત્યારે પોલીસ તેમની સામે શું કાર્યવાહી કરી રહી છે ? અને આ કાર્યવાહી કેટલી હદે સફળ સાબિત થઇ રહી છે ?

શહેરના અમુક વિસ્તારો તો એવા છે કે જ્યાં ગુંડાઓને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન્હોય તેમ તેઓ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. જેમાંથી એક વિસ્તારની તાજેતરની જો વાત કરીએ તો જુહાપુરા વિસ્તારમાં ગઈ કાલે બે જુદી જુદી ઘટના બની હતી.જુહાપુરા ફતેહ વાડી વિસ્તારમાં એ.આર.રહેમાન પ્લાઝા માં મોબાઈલ શોપ ધરાવતા ઇસ્માઇલભાઈ સંઘરીયાતએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની મોબાઈલ શોપમાં કોઈ અજાણી વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ઘુસીને 13 જેટલા નવા મોબાઈલ ફોન તેમજ 16 હજાર રોકડા સહીત કુલ 1.94 લાખનો મુદામાલ ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જયારે બીજી ઘટનામાં જુહાપુરા ફતેહવાડીમાં રહેતા સાહિલ ખાન પઠાણે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ,તેઓ મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ગઈ કાલે ફતેહવાડી વિસ્તારમાં તેમની કોઈ અંગત બાબતમાં ચાર ઈસમોએ તેમની ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો.જેમાં તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તેમને ઉઠાવીને ખાનગી હોસ્પ્ટિલમાં ખસેડયા હતા જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે તેમણે લેખિતમાં વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડનું દોર શરુ કરી દેવામાં આવ્યો છે.