Not Set/ જૂનાગઢમાં ભાજપનો કેસરીયો લહેરાયો, કુલ 59 બેઠકોમાંથી 54 બેઠકો પર મેળવ્યો વિજય

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીની પૂર્ણ થયા બાદ આજે સવારે 9 વાગ્યાથી તેની મતગણતરી શરૂ થઇ હતી. મતગણતરીની શરૂઆત પહેલા બેલેટ પેપરની ગણતરી સાથે શરૂ થઇ. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ આગળ તો કોંગ્રેસ પાછળ દેખાઇ રહ્યુ હતુ. અહી ભાજપે કુલ 59 બેઠકોમાંથી 54 બેઠકોમાં જીત મેળવી છે. જ્યારે NCPને 4 અને કોંગ્રેસને 1 બેઠકમાં જીત મળી છે. […]

Top Stories Gujarat
junagadha resultll જૂનાગઢમાં ભાજપનો કેસરીયો લહેરાયો, કુલ 59 બેઠકોમાંથી 54 બેઠકો પર મેળવ્યો વિજય

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીની પૂર્ણ થયા બાદ આજે સવારે 9 વાગ્યાથી તેની મતગણતરી શરૂ થઇ હતી. મતગણતરીની શરૂઆત પહેલા બેલેટ પેપરની ગણતરી સાથે શરૂ થઇ. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ આગળ તો કોંગ્રેસ પાછળ દેખાઇ રહ્યુ હતુ.

અહી ભાજપે કુલ 59 બેઠકોમાંથી 54 બેઠકોમાં જીત મેળવી છે. જ્યારે NCPને 4 અને કોંગ્રેસને 1 બેઠકમાં જીત મળી છે. કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 4નાં મહિલા ઉમેદવાર મંજુલાબેનનો વિજય થયો છે. અહી કોંગ્રેસ કરતા એનસીપીને વધુ બેઠક મળી છે જે એક ચોંકાવનારી વાત કહી શકાય છે.

junagadh election result જૂનાગઢમાં ભાજપનો કેસરીયો લહેરાયો, કુલ 59 બેઠકોમાંથી 54 બેઠકો પર મેળવ્યો વિજય

જૂનાગઢ મ.ન.પા.ની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત, સાથે વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 13માં ભાજપની પેનલની જીત થઇ છે. આ સિવાય મ.ન.પા.નાં 3 વોર્ડમાં ભાજપની બિનહરીફ જીત થઈ છે. તદઉપરાંત કોંગ્રેસને મહેસાણા તાલુકા પંચાયતની મુલસણ બેઠક પરથી અને જૂનાગઢની વિસાવદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેને જીત મળી છે. જ્યારે ચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ બંનેનાં ફાળે એક એક બેઠક મળી છે. મહેસાણા તાલુકા પંચાયતની આંબલિયાસણ બેઠક પર BJPનો વિજય થયો છે.

gandhinagar election result જૂનાગઢમાં ભાજપનો કેસરીયો લહેરાયો, કુલ 59 બેઠકોમાંથી 54 બેઠકો પર મેળવ્યો વિજય

ગાંધીનગર મ.ન.પા.ની વોર્ડ નં.3ની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે. પાટણની શંખેશ્વર તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય, નવસારી જિલ્લા પંચાયતની ખેરગામ બેઠક પર ભાજપની જીત, ધનસુરા તાલુકા પંચાયતની 2 બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય અને ભિલોડા તાલુકા પંચાયતની ખેરાડી બેઠક પર ભાજપની જીત થઇ છે. આ ચૂંટણીમાં 1,10,496 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 277 મતદાન મથકો પર મતદાન થયું હતું. આજે 15 વોર્ડની 60 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. 2014માં યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 44 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

ભિલોડીનાં પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભગલો લહેરાયો છે. અહી ભાજપનાં ઉમેદવાર જીવાભાઇ વણકરનો વિજય થયો છે. ખેલાડી બેઠક માટે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી યોજાઇ હતી જેમા ભાજપનો ભવ્ય વિજય થયો છે.

મતગણતરી સમયે શાંતિનો માહોલ બની રહે તે માટે અંદાજે 650થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. મત ગણતરી સ્થળ માટેના બિલ્ડીંગની અંદર, બહાર તેમજ ગ્રાઉન્ડમાં પણ સ્થાનિક પોલીસ, SRPની ટુકડીઓ તૈનાત કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.