Not Set/ મહારાષ્ટ્રમાં માત્ર 26 દિવસોમાં સામે આવ્યા 15 લાખથી વધુ કોરોનાનાં નવા કેસ

દેશમાં કોરોનાનો કેર આજે પણ યથાવત છે. ભારતમાં દરરોજ કોરોનાનાં નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં 48 હજાર 700 નવા કેસો આવ્યા, ત્યારબાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 43 લાખ 43 હજાર 727 પર પહોંચી ગઈ છે.

India
123 142 મહારાષ્ટ્રમાં માત્ર 26 દિવસોમાં સામે આવ્યા 15 લાખથી વધુ કોરોનાનાં નવા કેસ

દેશમાં કોરોનાનો કેર આજે પણ યથાવત છે. ભારતમાં દરરોજ કોરોનાનાં નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં 48 હજાર 700 નવા કેસો આવ્યા, ત્યારબાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 43 લાખ 43 હજાર 727 પર પહોંચી ગઈ છે. જો કે, એવું પણ માનવામાં આવે છે કે રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો થવા પાછળનું એક મુખ્ય કારણ ટેસ્ટિંગમાં કરવમાં આવેલો ઘટાડો છે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં 6 લાખ 74 હજાર 770 સક્રિય કેસ છે અને 24 કલાકમાં 71 હજાર 736 કોરોનાનાં દર્દીઓ સાજા થયા છે.

શુભેચ્છા / PM મોદીએ દેશવાસીઓને હનુમાન જયંતિની પાઠવી શુભેચ્છા, કહ્યું – કોરોના સામેની લડતમાં તેમના આશીર્વાદ મળતા રહે….

કોરોનાનાં છેલ્લા 2 મહિનામાં મહારાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા છે. આજે પણ તેનો કેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 26 દિવસની વાત કરીએ તો કોરોનાનાં 15 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. અધિકારીઓનાં મતે, આ મહિનાનાં અંત સુધીમાં, આ આંકડો 20 લાખ સુધી પહોંચી જશે. રાજ્યમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે 14 મી એપ્રિલથી આંશિક લોકડાઉન થયું હતું, જ્યારે 22 એપ્રિલથી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન છે. જો કે, તેની અસર દરરોજ સામે આવતા કોરોનાનાં કેસોમાં જોવા મળ્યા નથી કારણ કે રાજ્યમાં હજી પણ 60 થી 67 હજાર કોરોનાનાં કેસ આવી રહ્યા છે.

સંકટ વચ્ચે સંગ્રામ / હોસ્પિટલમાં પોલીસ અને અન્ય સ્ટાફની હાજરીમાં ડોક્ટર અને નર્સે એકબીજાને માર્યા થપ્પડ, વીડિયો વાયરલ

જો કે, મહારાષ્ટ્રની દૈનિક કેસોમાં મોટો હિસ્સો ધરાવતા મુંબઈમાં નવા કેસો ઘટ્યા છે. હવે દરરોજ સરેરાશ 4 થી 5 હજાર કેસ મુંબઇમાં આવી રહ્યા છે જ્યારે 14 એપ્રિલનાં રોજ કોરોનાનાં 9 હજાર 931 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારી આજે પણ કોરોના વાયરસનાં ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને આજ સુધી વિશ્વનાં કોઈ પણ દેશમાં આવું બન્યું નથી. પોણા બે લાખથી વધુ દર્દીઓ કોરોનાથી ઠીક થઇ ચુક્યા છે. આ દરમિયાન 2,771 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Untitled 44 મહારાષ્ટ્રમાં માત્ર 26 દિવસોમાં સામે આવ્યા 15 લાખથી વધુ કોરોનાનાં નવા કેસ