OMG!/ એક મહિનામાં તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, મહિલાએ એક સાથે આપ્યો 10 બાળકોને જન્મ

સાઉથ આફ્રીકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગત મહિનામાં એક જ પ્રેગ્નેન્સીમાં સૌથી વધારે બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ટ બનાવ્યો છે. આ વર્લડ રેકોર્ડ માલીની હલીમા સિસી નામની મહિલાએ બનાવ્યો હતો. આ પહેલા તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક […]

Ajab Gajab News
Untitled 88 એક મહિનામાં તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, મહિલાએ એક સાથે આપ્યો 10 બાળકોને જન્મ

સાઉથ આફ્રીકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગત મહિનામાં એક જ પ્રેગ્નેન્સીમાં સૌથી વધારે બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ટ બનાવ્યો છે. આ વર્લડ રેકોર્ડ માલીની હલીમા સિસી નામની મહિલાએ બનાવ્યો હતો. આ પહેલા તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. પરંતુ તેમનો આ રેકોર્ડ માત્ર એક મહિનાની અંદર જ તૂટી ગયો હતો.

માનવામાં આવી રહ્યું છે કે 7 જૂનના દિવસે 37 વર્ષીય ગોસિયામી ધમારા સિટહોલ નામની મહિલાએ 10 બાળકોને જન્મ આપ્યો હતો. તેનું ઓપરેશન કરવું પડ્યું હતું. મહિલાને સાત પુત્ર અને ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો છે. પ્રેગ્નેસીની તપાસ દરમિયાન ડોક્ટરોએ 6 બાળકો એક્સપેક્ટ કર્યા હતા.

આફ્રિકી મીડિયા પ્રમાણે સિટહોલના પતિએ આઠ બાળકો થવાની આશા હતી તપાસ દરમિયાન બે બાળકોની જાણ ન થઈ શકી. તેમણે કહ્યું કદાય બે બાળકો બીજી ટૂબમાં ફસાયા હશે. દંપતીએ 10 બાળકો પેદા થવાથી ખુબ જ ખુશ છે. પરિવારમાં જશ્નનો માહોલ છે.

એક સાથે 10 બાળકોને જન્મ આપવો ગોસિયામી ધમારા સિટહોલ માટે સરળ ન હતું. ઓપરેશ દરમિયાન ડોક્ટરોએ ખુબ જ સાવધાનીથી કામ લીધું હતું. બધા જ બાળકોને બચાવવા માટે સપળ રહ્યા હતા. સિટહોલને સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તે પોતાની પ્રેગ્નેન્સીને લઈને હેરાન હતી.

સિટહોલે જણાવ્યું તે ખુબ જ બીમાર થઈ રહી હતી. તેના માટે આ સમય મુશ્કેલીનો સમય હતો. હજી પણ ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ હવે તેને આની આદત પડી છે. સિટહોટે કહ્યું કે હવે તેને દર્દ થતું નથી.