વિખવાદ/ પંજાબમાં કોંગ્રેસના વિખવાદનો અંત આવ્યો નથી,કેપ્ટને બોલાવી બેઠક

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા અંગેના અહેવાલો ખોટા છે. તેમણે ન તો રાજીનામું આપ્યું છે કે ન તો આવી રજૂઆત કરી છે

Top Stories
sindhu પંજાબમાં કોંગ્રેસના વિખવાદનો અંત આવ્યો નથી,કેપ્ટને બોલાવી બેઠક

પંજાબમાં કોંગ્રેસનાે ઝઘડો સમાપ્ત થવાનો નામ નથી લેતો,નવજોત સિદ્વુને પંજાબ કોંગ્રેસની કમાન અને કેપ્ટન અમરિંદરને મુખ્યમંત્રી બનાવવાનો ફોર્મ્યુલો આપતાં પાર્ટીમાં વિખવાદ દૂર થયો છે તેની ખબર ગુરૂવારે સાંજ સુધી તે બદલાઇ ગઇ,પહેલા નવજોત સિદ્વુએ પોતાના ધારાસભ્યો અને મંત્રિયો સાથે બેઠક કરી બાદમાં કેપ્ટનને પણ પોાના નજીકના લોકોને ફાર્મ હાઉસ પર બોલાવ્યા હતાં.આ વચ્ચે અમરિંદરના રાજીનામામની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. તેના પર તેમના મીડિયા સલાહાકારે સફાઇ આપી હતી.

કોંગ્રેસના મહાસચિવ હરીશ રાવતે પક્ષના  ઝઘડાને વહેલા અંત આવશે તેવો  સંકેત આપ્યો હતો, અને કહ્યું હતું કે કટોકટી હલ કરવાનો ફોર્મ્યુલા ટૂંક સમયમાં બહાર આવશે અને મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પૂર્વ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ સાથે મળીને કામ કરશે. પાર્ટીના પંજાબના પ્રભારી રાવતે એમ પણ કહ્યું હતું કે અમરિંદર સિંહ મુખ્ય પ્રધાન તરીકેની કામગીરી ચાલુ રાખશે અને કોંગ્રેસ તેમના પદ પર રહીને ચૂંટણી લડશે. સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવાના સમાચારોની વચ્ચે હરીશ રાવતે સ્પષ્ટતા કરી છે કે તેમણે આવું કહ્યું નથી. તેમણે કહ્યું કે ના, ના, મેં એવું કહ્યું નથી. મને પૂછવામાં આવ્યું કે શું સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવશે અને મેં કહ્યું કે નિર્ણય તમે  કહો છો તેની નજીક હશે.

નવજોતસિંહ સિદ્ધુએ ચંદીગઢમાં કેપ્ટનની સરકારમાં મંત્રી સુખજીંદરસિંહ રંધાવાના નિવાસ સ્થાને તેમના જૂથની બેઠક બોલાવી હતી, જેમાં ચરણજીતસિંહ ચન્ની, પરગટસિંહ અને ત્રિપિત રાજેન્દર બાજવા પણ હાજર રહ્યા હતા. બીજી તરફ, કેપ્ટન અમરિંદરસિંહે મોહાલીના ફાર્મ હાઉસમાં તાકીદની બેઠક બોલાવી હતી. આમાં તેમના નજીકના ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો પહોંચ્યા હતા. કેપ્ટનની આ બેઠકથી તેમના રાજીનામાની અટકળો પણ થઈ હતી, જેના પર તેમની ઓફિસે સ્પષ્ટતા કરી છે. પંજાબમાં હંગામો વચ્ચે હરીશ રાવત ફરી એકવાર દિલ્હીના 10 જનપથ પહોંચ્યા. જોકે, સોનિયા ગાંધીને મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે તેઓએ ઉત્તરાખંડને લઈને પાર્ટી અધ્યક્ષ સાથે હમણાં જ વાતચીત કરી છે.

પંજાબના મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા અંગેના અહેવાલો ખોટા છે. તેમણે ન તો રાજીનામું આપ્યું છે કે ન તો આવી રજૂઆત કરી છે. તેમણે વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીત તરફ લઇ  જશે.